Gujarat

જુગાર રમતા નમુનાઓને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા

ગાંધીનગર
અવારનવાર જુગાર રમતા પકડા છે ત્યાં ગાંધીનગરનાં રાંધેજા ચાર રસ્તા નાકા પોઈન્ટ પર રાત્રીના સમયે પેથાપુર પોલીસ મથકના માણસો હાજર હતા. એ દરમિયાન બાતમી મળી હતી કે રાંધેજા માંડવી ચકલા ખાતે કેટલાક ઈસમો વીજળીના થાંભલાનાં અજવાળે બેસીને જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસ ખાનગી અને સરકારી વાહનમાં બેસીને બાતમી વાળી જગ્યાથી થોડેક દૂર પહોંચ્યા હતા. રાંધેજા ગામમાં પ્રવેશી પોલીસે ચારે દિશા તરફના રસ્તા કોર્ડન કરીને ચાલતા ચાલતા બાતમી વાળી જગ્યાએ પહોંચતા કેટલાક ઈસમો વીજળીના થાંભલાનાં અજવાળે ગોળ કુંડાળું વળીને જુગાર રમી રહ્યા હતા. અચાનક પોલીસની રેડ પડતાં જુગારીઓ ફફડી ઉઠયા હતા. જાે કે અગાઉથી જ તૈયારી સાથે પહોંચેલી પોલીસે તમામને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી તેમની પૂછતાંછ શરૂ કરી હતી.

Pethapur-Polish-Station.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *