જુનાગઢમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો ઝડપાયા
સાગર નિર્મળ (જૂનાગઢ) દ્વારા
- જુનાગઢ ગુલીસ્તાન સોસાયટીમાં ગોરી પીરની દરગાહ પાસે ચાની લારીવાળો જાહેરમાં વરલી મટાકાનો જુગાર રમતા બે શખ્સો ને રોકડ રૂ-૧૦,૩૯૦ , જુગારના સાહિત્ય બે મોબાઇલ મળી કુલ કિં ૧૩૮૯૦ ના મુદ્દામાલ સાથે સી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા જૂનાગઢ સી ડિવિઝન પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ જે જે ગઢવી સ્ટાફ સતત પ્રયત્નશીલ રહી જુનાગઢ સરદાર બાગ પાછળના ભાગે આવેલ ગુલીસ્તાન સોસાયટીમાં ગૌરી પીરની દરગાહ પાસે ચાની લારી વાળો મોતીભાઇ હાલા અને અન્ય એક શખ્સ વરલી મટકાના આંકડાઓ મોબાઇલ ફોન ઉપર લખી લખાવી આંક ફરકનો પૈસાની લેતી દેતી કરી હાર જીતનો જુગાર રમી રમાડતા હોવાની બાતમી મળતા આ જગ્યાએ રેઇડ કરી બે શખ્સો જાહેરમાં આંક ફરકનો વરલી મટકાના આંકડા લખી જુગાર રમતા જુગારના સાહિત્ય સાથે પકડી લીધા હતા, ઝડપાયેલ મોતીભાઇ ઓસમાણ હાલા તેમજ ઇબ્રાહીમ કારવાન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

