સાગર નિર્મળ
જૂનાગઢ
જૂનાગઢ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મિડીયા વિભાગ દ્વારા મનોરંજન સર્કીટ હાઉસ ખાતે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં શાસનકાળને સફળતા પુર્વક આઠ વર્ષ પુરા થયા અને આ આઠ વર્ષમાં અનેક વિકાસના કામો, રાષ્ટ્રહિતનાં કાર્યો, મહત્વનાં નિર્ણયો મોદી સરકારમાં લેવામાં આવ્યા છે ત્યારે લોકલાડીલા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા તથા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્માની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી
જેમાં રાજુલા જાફરાબાદનાં પુર્વ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી જુનાગઢ મહાનગર મેયરશ્રી ગીતાબેન પરમાર, મિડીયા વિભાગનાં સંજય પંડ્યા શુરેશ પાનસુરીયા જીતુ ઠકરાર, સંગઠન ઉપપ્રમુખ શ્રી ઓમભાઇ રાવલ, ભુમિત રાવલ, ઉપાસના પુરોહિત તથા બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન અંતર્ગત તા. ૫ થી ૧૫ જૂન સુધી યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગેની માહિતી આપતા સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં શાસનકાળ દરમિયાન થયેલા નિર્ણાયક કામોની માહિતી આપી હતી સાથે નરેન્દ્રભાઇ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ પહેલા સરકારના યોજનાઓનો પુરેપુરો લાભ જનતા સુધી પહોંચતો નહતો જ્યારે હાલની સરકારમાં આજે પુરે પૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે દેશમાં એવો કોઈ પરિવાર નહીં હોય કે જેમને મોદી સરકારની કોઈ નાની મોટી યોજનાનો લાભ મળ્યો નહીં હોય. ૮ વર્ષનુ શુસાસનમા દેશનો વિકાસ થયો છે.અને દેશ અનેક ક્ષેત્રે આગળ વધી રહ્યો છે.


