Gujarat

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણસંગ્રહાલય મુલાકાતીઓ તેમજ પ્રવાસીઓ માટે 3 મે ના રોજ બપોરના 2 વાગ્યા સુધી રહશે બંધ.

સાગર નિર્મળ
જૂનાગઢ
ભારત સરકારશ્રીનાં રાજ્યસભા તથા લોકસભા સ્ટેન્ડિંગ કમિટીની વિઝીટ ગુજરાત રાજ્ય ખાતે તા.01.05.2022 થી તા.03.05.2022 દરમિયાન યોજાવાની છે. તે દરમિયાન તા.03.05.2022 નાં રોજ સક્કરબાગ પ્રાણીસંગ્રાલય જૂનાગઢ ખાતે આ તમામ માનનીય સાંસદ સભ્યશ્રીઓની તથા ભારત સરકાર અને રાજ્ય સરકારનાં અધિકારીની સ્ટડી ટુર પોગ્રામ યોજવાનો હોવાથી તેમજ આ પોગ્રામમાં વી.વી.આઈ.પી. મહાનુભાવોની હાજરી રહેવાની હોય ત્યારે તેઓ શ્રીની સુરક્ષા અને સલામતી ધ્યાને રાખીને તા.03.05.2022 નાં રોજ સવારે 8 કલાકથી બપોરે 2 કલાક સુધી સક્કરબાગ પ્રાણીસગ્રહાલય મુલાકાતી તેમજ પ્રવાસીઓ માટે બંધ રહશે જ્યારે બપોરના 2 વાગ્યા બાદ સક્કરબાગ પ્રાણીસગ્રહાલય મુલાકાતી તેમજ પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ખુલ્લું રહશે તેમ સક્કરબાગ પ્રાણીસગ્રહાલયનાં નિયામકની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

IMG-20220501-WA0081.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *