Gujarat

જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના શુભારંભ તડમાર તૈયારીઓને આખરી ઓપ

જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેના શુભારંભ તડમાર તૈયારીઓને આખરી ઓપ

જૂનાગઢમાં પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનાં શુભારંભની પૂર્વ સંધ્યાએ જિલ્લા કલેટરશ્રી રચિત રાજ દ્વારા મુલાકાત બાદ આપવામાં આવ્યો આખરી ઓપ. વિશ્વના પર્યાવરણ પ્રેમીઓ માટે ખુબજ સારા સમાચાર છે કે જૂનાગઢમાં કલેકટરશ્રી રચિત રાજના સીધાજ માર્ગદર્શન હેઠળ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.

વેસ્ટ પ્લાસ્ટીક એક દૂષિત પર્યાવરણની સૌથી મોટી સમસ્યા પણ છે. દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ તો હોય જ છે બસ ખાલી માણસને એનો વિકલ્પ શોધવા માટે વિચાર આવે તે મહત્વની વાત હોય છે અને આ વિચારોની અમલવારી કરાવવી એ સૌથી અગત્યની વાત જરૂરી હોય છે.

જૂનાગઢમાં પણ એક એવી શરુઆત આવતી કાલે થવા જવાની છે કે જેમાં લોકો વેસ્ટ પ્લાસ્ટીક જમાં કરાવીને પ્રાકૃતિક આહાર મેળવી શકે છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવાની સાથે સાથે વેસ્ટ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરવાના અભિગમ સાથે આવતી કાલે રાજ્યપાલના વરદ હસ્તે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની જૂનાગઢમાં શરુઆત થશે કદાચ એવું પણ કહી શકીએ કે ઐતિહાસિક નગરી જૂનાગઢમાં આ સૌ પ્રથમ ઘટના બનવા જઈ રહી છે અને એ પણ ઇતિહાસના પ્રથમ પાને નોંધવામાં આવી શકે છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની વિશેષતા એ છે કે આ કાફે મહિલાઓ સંચાલિત છે અને ખાસ મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ખુબજ મદદરૂપ સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેમાં માત્ર 500 ગ્રામ વેસ્ટ પ્લાસ્ટિકને જમાં કરાવીને તમે લીંબુ સરબત અથવા વરીયાળીનું નેચરલ સરબત મેળવી શકો છે. જ્યારે 1 કિલો પ્લાસ્ટિક જમાં કરાવીને ઢોકળા અથવા બટાટા પૌવા પણ આપવામાં આવે છે. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે હાલ બનતા ડિજીટલ ઇન્ડિયાના ભાગ રૂપે ઓનલાઈન પણ બુકિંગ સુવિધા આપી રહ્યું છે.

જૂનાગઢમાં રહેતા લોકોની સાથે બહારથી આવતા લોકો માટે પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફે એક આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી સંભાવનાઓ સહેવાય રહી છે

IMG_20220629_222545.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *