જૂનાગઢમાં એ.જી.હાઇસ્કુલના મેદાનમાં સાત દિવસીય સખી મેળા તથા વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનું પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્ય મંત્રી શ્રી દેવાભાઇ માલમ તા.૧૫મી જૂલાઇના રોજ સવારે-૧૦ કલાકે પ્રારંભ કરાવશે.
વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ, ૨૦ વર્ષનો વિકાસ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સખી મેળામાં સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પદિત ચીજ વસ્તુઓના વેચાણ કરવામાં આવશે. જેમાં જૂનાગઢ જિલ્લા-શહેર ઉપરાંત અન્ય જિલ્લાની સખીમંડળની બહેનો સ્ટોલ મારફતે કલાત્મક હાથ બનાવટની વસ્તુઓ સહિત અન્ય ઘર ઉપયોગી વસ્તુઓ વેચાણ કરવામાં આવશે. જે જૂનાગઢવાસીઓને ઘરઆંગણે આ વસ્તુઓ ખરીદવાનો એક લ્હાવો બની રહેશે.
આ સંદર્ભે જિલ્લા વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.જે. જાડેજાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટ્રાફિક, ફાયર, પાણી, સાફ સફાઇ, શૌચાલય, સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નગરપાલિકા, આરોગ્ય, પોલિસ સહિતના સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, તા.૧૩મી જૂલાઇથી પ્રારંભ થનાર આ સખીમેળો અને વંદે ગુજરાત પ્રદર્શનને અનિવાર્યકારણોસર તા.૧૫મી જૂલાઇથી પ્રારંભ થશે.
