Gujarat

જૂનાગઢ જિલ્‍લામાં  વિધાનસભા સામાન્ય ચુંટણી સબંધી હથિયારબંધી આદેશ જારી

ભારતના ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેનો  કાર્યક્રમ જાહેર થયેલ છે. જૂનાગઢ જિલ્લામાં તા.૧ ડિસેમ્બરના વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ રોજ યોજાનાર છે. ચૂંટણી મુક્ત અને ન્‍યાયિક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે જિલ્લાના તમામ સ્‍વરક્ષણ તથા પાકરક્ષણના પરવાનાધારકોના હથિયારો ચૂંટણી  પ્રક્રિયા પૂરી થતા સુધી પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવવા અંગે હુકમો થવા દરખાસ્‍ત થઈ આવેલ છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા સંપૂર્ણપણે જળવાઈ તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ પાકરક્ષણ તેમજ સ્‍વ-રક્ષણના પરવાના તળેના હથિયારો સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા અસ્‍ત્ર અધિનિયમ–૧૯૫૯ની કલમ-૨૨ (૧) (બી)ની જોગવાઈ હેઠળ હુકમ કરવાનું જિલ્લા મેજીસ્‍ટ્રેટની યાદીમાં જણાવાયું છે. આ હુકમ હેઠળ જમા લેવાયેલા હથિયારો શસ્‍ત્ર નિયમો -૧૯૬૨ના નિયમ  -૪૭ હેઠળ સંબંધિત પોલીસ સ્‍ટેશનમાં રાખવાના રહેશે. જમા લીધેલ હથિયારની પહોંચ  આપવાની રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા બાદ સંબંધિત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *