સાગર નિર્મળ
જૂનાગઢ
એક તરફ સરકાર વીજળી બચવા માટે પ્રયાસ કરે છે, વીજ કાપ પણ મૂકવામાં આવે છે તો બીજી તરફ મહાનગપાલિકા કચેરીમાં અધિકારી, પદાધિકારી તેમજ કર્મચારીઓની બેદરકારી સામે આવી રહી હોવાના સોશિયલ મીડિયામાં વિડ્યો વાયરલ થયા છે.
સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ વિડ્યો મુજબ જૂનાગઢ મહાનગરપાલિકા કચેરીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન, રોશની શાખા, તેમજ વોટર વર્કસ શાખાની ચેમ્બરમાં લાઈટ, પંખા, એ.સી. તેમજ કોમ્પ્યુટર ચાલુ રાખી કર્મચારીઓ તેમજ અધિકારીઇઓ રિશેસમાં તેમજ મિટિંગમાં કે ફાઈલો ગોતવા અન્ય જગ્યા પર જતા રહ્યા હોવાની વિગતો મળી રહી છે.
આખરે જનતાના પૈસા તાગડધિન્ના કરતા તંત્રની આખ ક્યારે ખુલશે? શું કોઈ જગાડશે આ નિદ્રાધીન તંત્રને? અનેક સવાલો હાલ નગરચર્ચાનો મુખ્ય વિષય બની છે.
સાગર નિર્મળ
જૂનાગઢ


