125 બોટલ રક્તદાન,એક હજાર થી વધુ દર્દીઓનુ નિદાન જેવા સેવા યજ્ઞ થી આદ્રી ગામ દ્વારા પૂર્વ સરપંચ સ્વઃ મયુર જોટવા ને શ્રદ્ધાંજલિ
આદ્રી ગ્રામપંચાયત અને મહાકાળી ગૌશાળા દ્વારા રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાનકેમ્પનુ આયોજન
પૂર્વ સરપંચ સ્વઃ મયુર ને રક્તદાન, દર્દીનારાયણની સેવા અને ગૌસેવા રૂપી સાચી શ્રદ્ધાંજલિ ગીરસોમનાથ વાસીઓ
વેરાવળ
ગીર સોમનાથ જિલ્લા ના પીઢ રાજકીય નેતા રાજશીભાઈ જોટવા ના પુત્ર નુ એક માસ પેહલા દુઃખદ અવસાન થયુ હતુ. સ્વઃ મયુર જોટવા આદ્રી ગામના પૂર્વ સરપંચ અને જિલ્લા યુવા ભાજપ માં સક્રિય રીતે જોડાયેલ હોવાની સાથે મળતાવળા સ્વભાવને કારણે નાના બાળક થી લઈ યુવાઓ, વૃદ્ધ અને ગરીબો માં પણ તેમની ખુબ લોકચાહના હતી. તેમના અવસાન થી સમગ્ર ગીરસોમનાથ જિલ્લા ના શોક નુ મોજું ફરીવળ્યું હતુ. અને આદ્રી ગામ જાણે હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. એમની પ્રથમ માસિક પુણ્યતિથિ એ આદ્રી ગ્રામપંચાયત અને મહાકાળી ગૌશાળા આદ્રી દ્રારા ગામમાં આવેલી વી.આર.જોટવા બક્ષીપંચ કુમાર છાત્રાલય ખાતે જૂનાગઢ અને વેરાવળ ના નામાંકિત ડોક્ટરો ની સેવા લઈ આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ગ્રામીણ વિસ્તાર ના એક હાજર થી પણ વધુ દર્દીઓ એ દિવસ ભર તેનો લાભ લીધો હતો. ઉપરાંત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સ્થિત આવેલી બ્લડબેન્ક દ્વારા થેલેસેમિયા અને કેન્સર થી પીડાતા દર્દીઓ ના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો. યુવા મીત્ર અને પૂર્વ સરપંચ ને રક્ત દાન મહાદાન રૂપી સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે આદ્રી ગામના યુવાનો એ ખુબ મોટી સંખ્યા રક્તદાન કર્યું હતુ અને 125બોટલ જેટલું રક્તદાન થયુ હતુ. આ સમગ્ર કાર્યક્રમ માં બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશી ભાઈ ના જણાવ્યા અનુસાર પનોતા પુત્ર ને ગુમવ્યા નુ દુઃખ વ્યક્ત કરી પોતાના વતન એવા આદ્રી ગામ દ્રારા તેમના પુત્ર સ્વઃ મયુર ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિતે યોજવામાં આવેલા ભગીરથ સેવા કાર્ય બદલ ગામજનો,આયોજકો બ્લડબેન્ક, વિવિધ રોગના નિષ્ણાંત ડોક્ટરો અને તેમની સાથે જોડાયેલ સ્ટાફ નો આભાર માન્યો હતો. સાથે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિતે મહાકાળી ગૌશાળા માં તેમના પરિવાર, મિત્રો અને સ્નેહીઓ દ્વારા 151000/-જેટલી માતબર રકમ નુ દાન પણ કરવામાં આવ્યુ હતુ.આ તકે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી બિરદાવી રક્તદાન મહાદાન સમજી રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી.આવ્યા હતા.આ કાર્યક્રમ માં રાજશીભાઈ જોટવા, ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયત ના સદસ્યોં,જિલ્લા ના રાજકીય અગ્રણીઓ, વિવિધ ગામના સરપંચો સહીત મોટી સંખ્યા માં યુવાઓ એ રક્તદાન સાથે લોકો એ સર્વરોગ નિદાન કેમ્પ નો લાભ લીધો હતો. સમગ્ર સેવા યજ્ઞ માં આદ્રી ગામના યુવાનો અને આગેવાનો એ જહેમત ઉઠાવી “સેવા હી સાચી શ્રદ્ધાંજલિ” આદ્રી ગામ દ્વારા પૂર્વ સરપંચ સ્વઃ મયુર જોટવા ને એક સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોય તેવુ વાતાવરણ સર્જાતું જોવા મળ્યું હતુ.


