Gujarat

જેતપુરના કેરાળી ગામને જોડતા  કોઝવે ઉપર પાણી ફરી વળ્યા ભારે વરસાદનાં કારણે હેરાનગતિ કેરાળીથી રબારીકા, મેવાસા સહિતના 10 ગામોનાં લોકોને જવા-આવવામાં પારાવાર મુશ્કેલી

જેતપુર પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડયો હતો. જેના પગલે જેતપુર તાલુકાના કેરાળી ગામમાં છાપરવાડી નદી પર આવેલા પુલ ઉપર પાણી ફરી વળતા  ૧૦ જેટલા ગામોનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
જેતપુર તાલુકાના કેરાળી ગામમાં ઉપરવાસમાં આવેલ છાપરવડી ડેમમાં પુષ્કળ પાણીના આવકના કારણે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે કેરાળી ગામથી જેતપુરને જોડતો પુલ પાણીમાં ગરક થયો હતો કેરાળી ગામના સામાંકાંઠા વિસ્તારમાં રહેતા લોકોનો ગામ સાથે સંપર્ક તુટી ગયો હત
કેરાળી ગામની છાપરવડી નદીના પુલ ઉપર પાણી ફરી વળતા કેરાળી ગામથી રબારીકા, મેવાસા સહિતના ૧૦ ગામોમાં જવા-આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેરાળી ગામના સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે.ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પશુઓ માટે ઘાસચારો પણ લાવી શકતા નથી.વળી,ગામના સામાંકાઠા વિસ્તારમાં આવક-જાવક માટે અન્ય કોઈપણ રસ્તો ન હોવાને લીધે બાળકોને ગામમાં સ્કૂલે આવવા માટે જાનના જોખમે આ પુલ પરથી બાળકો પસાર થતા   હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. જયારે ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે ગામના સરપંચ તેમજ ગામના લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ નદી ઉપરનો પુલ ઉચ્ચો બનાવામાં આવે

Screenshot_20220713-184233__02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *