જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધારેશ્ર્વર જીઆઇડીસી, રીલાયન્સ પેટ્રોલ પંપ પાછળ, જીલઇમ્પેક્ષ નામના કારખાનામાં વોચમેનનું કામ કરતા નેપાળી વ્યકિતના રહેણાંક ઓરડીમાંથી રાત્રીના સમયે ગે.કા. પ્રવેશ કરી, ઓરડીમાં લોખંડની પેટીમાં રાખેલ રોકડ રૂ.2000 તથા એક તોલા સોનાનું બિસ્કીટ તથા રીયલમી કંપનીનો ગ્રીન કલરનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ મુદામાલ કિ.58,067 ની ચોરીનો ગુનો અજાણ્યા ઇસમ વિરુદ્ધર રજી. થયેલ હતો.
જે બનાવની ગંભીરતા ધ્યાને રાખી, રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર ડીવીઝન એએસપી સાગર બાગમારે આરોપીને મુદામાલ સહીત પકડી પાડવા સુચના આપેલ.
પોલીસ ઇન્સ.જેબી કરમુરના સીધા માર્ગદર્શન હેઠળ જેતપુર સીટી પોલીસ ટીમ સદરહું ગુનો શોધી કાઢવા અલગ અલગ દીશામાંપ્રયત્નશીલ હતી. દરમિયાન પો.કોન્સ. મનદીપસિંહ જાડેજાને હકીકત મળેલ હતી કે, એક ઇસમ સોનાના બીસ્કીટ સાથે જેતપુર, એસટી બસસ્ટેશન પાછળ નાળીયેરની લારી પાસે ઉભેલ છે.અને સોનાનું બીસ્કીટ વેચવાની ફીરાકમાં છે.જે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા એક ઇસમને ઉપરોકત ગુનામાં ચોરી ગયેલ મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર


