Gujarat

જેતપુરના બળદેવધાર વિસ્તારમાં જૂગાર રમતી મહિલાઓ ઝડપાઈ

પાંચ મહિલાને પકડી પાડી રોકડ રકમ છ હજાર કબ્જે કરતી પોલીસ
જેતપુર શહેરમાં જુગાર સામાન્ય બની ગયો હોય અમુક વિસ્તારોમાં તો ધોળા દિવસે જુગાર રમાઇ રહ્યો છે.પોલીસની કાર્યવાહી બાદ પણ ફરી ચાલુ થઇ જાય છે.જેતપુરના બળદેવધાર વિસ્તારમાં જુગાર રમતી 8 મહિલાઓ રૂા. 6000ની રોકડ સાથે પોલીસે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ જુગારની બદી રોકવા શહેર પોલીસ ગઇકાલે સાંજે 5.30 વાગ્યાના અરસામાં શહેરમાં પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે નવાગઢ બળદેવધાર વિસ્તારમાં જાહેરમાં મહિલાઓ જુગાર રમતી હોય જેના આધારે જુગાર અંગેની રેડ કરતા જાહેરમાં તીનપતીનો જુગાર રમતી મહિલાઓ હંસાબેન નરશીભાઈ મેઘનાથી, સોનલબેન ધીરુભાઈ પરમાર, ગીતાબેન જયંતીભાઈ પરમાર, ઇલાબેન સુરેશભાઈ મકવાણા, અલ્કાબેન મનસુખભાઈ વાઘેલા, કંચનબેન મનસુખભાઈ ધામેચા, દક્ષાબેન નિલેષભાઈ વાળા (રહે. તમામ બળદેવધાર) મંજુબેન બચુભાઈ અપારનાથી (રહે. ઇશ્ર્વરીયા તા. કુતિયાણા)ને રોકડા 6000 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *