વાડીની બાજુમાં આવેલ નદીના પાણીમાં મોટર મૂકતી વેળાએ ખેડૂતોને લાગ્યો વિજ કરંટ.
જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામમાં વાડીની બાજુમાં આવેલ નદીમાં પાણી ની મોટર પિયત માટે મોટર મુક્તિ વેળાએ ઈલેક્ટ્રીક કરંટ લાગતાં ગામના બે ખેડૂત યુવકોના મોત નિપજયા હતા યુવકોના મોતથી ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો.
બનવાની વિગતો મુજબ જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામના ખેડૂત ચોથાભાઈ રાણાભાઇ સોલંકી જેમની જમીન છાપરવાડી નદીના કાંઠે આવેલ હોઈ આ જમીન તેજ ગામના મજુર ખેડૂત વિપુલ ઘનુભાઈ સરવૈયા (ઉ.વ 29) નામના ખેડૂત યુવકે વાવેતર માટે રાખેલ હોઈ જેનું ચોમાસુ પિયત માટે બાજુમાં આવેલ છાપરવાડી નદીમાં મોટર મૂકવી હોઈ જેની મદદ માટે બાજુમાં આવેલ જમીનના ખેડૂત રીકીન ભનુભાઈ મકવાણા (ઉ.વ 31) આવ્યા હોઈ બન્ને ખેડૂત યુવકો નદીના પાણીમાં મોટર ઉતારી રહ્યા હતા એ દરમિયાન વીજ પ્રવાહ ચાલુ થઇ જતાં ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો જેની જાણ પરિવારને થતાં બંને ખેડૂત યુવકોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં.
જેના પગલે નાના એવા વાળા ડુંગરા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. જે બાબતે જેતપુર પોલીસ મથકે ગુનો નોંધી પી.એમ માટે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


