જેતપુરમાં મામલતદાર કચેરીએ મહિલાઓનો હલ્લાબોલ
મામલતદારને આવેદન પત્ર આપવામાં આવતા સિટી
મામલતદારે મહિલાઓ સાથે કર્યું ઉદ્ધતાયભર્યું વર્તન
જેતપુર શહેરમાં સરદાર ચોક નજીક આવેલ નકલંક આશ્રમ રોડ ખાતે વિશાલ વાટિકા સોસાયટીમાં નગરપાલિકા તંત્ર દ્વારા 14 થી 15 વર્ષ જુના વૃક્ષો નો નિકંદન કાઢતા તેમજ રસ્તાની પેશકદમી દૂર કરવા સ્થાનિક મહિલાઓ જેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે હતી પહોંચી હતી તાત્કાલિક ન્યાયની માંગણી માટે ધરણા પર બેઠી હતી
જેતપુરમાં મામલતદાર કચેરીએ મહિલાઓ પહોંચીને હલ્લાબોલ કર્યો હતો જેતપુરનાં નકળંગ આશ્રમ સામે આવેલ વિશાલ વાટીકા સોસાયટીમાં નગરપાલિકાના તંત્ર દ્વારા વૃક્ષો કાપવામાં આવ્યા હોય તેમજ આ સોસાયટીમાંથી બાજુમાં આવેલ ઘનશ્યામ વાટીકા સોસાયટીના રસ્તાનાં પેશકદમી બાબતે સ્થાનિક મહિલાઓમાં રોષ ફેલાયો હતો જેથી વિશાલ વાટીકા સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાઓ મામલતદાર કચરી ખાતે પહોંચી મામલતદારને આવેદન પત્ર આપવા માટે પહોચી પ્રથમ હલ્લાબોલ કરી રોષ વ્યક્ત કર્યો હતો રસ્તા બાબતે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નાં આવતી હોઈ તેવી રાવ કરવામાં આવી હતી તેમજ સતાનાં જોરે. નગરપાલિકાના તંત્ર દ્વારા 14 થી 15 વર્ષ જૂના વૃક્ષો કાપવામાં આવ્યા તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા એક બાજુ સરકાર વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છે ત્યારે જેતપુરનું નગરપાલિકા તંત્ર વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે.
વિશાલ વાટિકાની મહિલાઓ દ્વારા મામલતદાર પાસે ફરી વૃક્ષો વાવવાની માંગણી કરતા મામલો બિચક્યો હતો અને ધરણા પર મહિલાઓ બેઠી હતી
જેતપુર સીટી મામલતદાર દ્વારા મહિલાઓ સાથે કર્યું ઉદ્ધતાયભર્યું વર્તન કર્યું
જેતપુર શહેરના વિશાલ વાટિકા સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાઓ જે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર દેવા પહોંચી હતી ત્યારે મામલતદાર ચેમ્બરમાં આવેદન દેતી વખતે મહિલાઓએ રસ્તાની પેસકદમી અને વૃક્ષો વાવવાની માંગણી તાત્કાલિક કરવામાં આવે જેથી સિટી મામલતદાર કે.એમ. અઘેરા વિફર્યા હતા અને મહિલાઓ સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરતા મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો મહિલાઓના કહેવા પ્રમાણે સરકારી તંત્ર પર લોકોનો ભરોસો હોય છે પરંતુ આવા વર્તન કારણે ન્યાયની આશા કોની પાસે રાખવી જેથી મહિલાઓ મામલતદાર ચેમ્બરની આગળ જ ધરણા પર બેસી ગઈ હતી અને કાર્યવાહીની માંગ કરાઈ હતી જેથી મામલતદાર એ જેતપુર સીટી પોલીસ સ્ટાફને સ્થળ પર બોલાવી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટાફ દ્વારા મહિલાઓને સમજાવવામાં આવતા અંતે મામલો થાળે પડ્યો હતો

