Gujarat

જેતપુરમાં એરેસ્ટ નૂપુર શર્મા’ લખેલા અસંખ્ય પોસ્ટર રસ્તા પર ચોંટાડવામાં આવ્યા 

શહેરના મુખ્ય ચોક, તીન બત્તી તેમજ સ્ટેન્ડ ચોકમાં વ્હેલી સવારે લાગ્યા
 શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર આરોપીઓની અટકાયત
પોસ્ટર લગાડવામાં પ્રકરણમાં ભાજપના લઘુમતી મોરચાના હોદેદાર પણ સામેલ
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા દ્વારા મહમ્મદ પયગંબર વિશે કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણી બાદ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ હિંસક પ્રવૃત્તિ કરતા લોકો પર પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થયા હતા. ત્યારે જેતપુરમાં વ્હેલી પરોઢે નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર રોડ ઉપર લાગ્યા હતા
અમદાવાદ રાજકોટમાં નૂપુર શર્મા એરેસ્ટના પોસ્ટર લાગ્યા હતા પરતું આ વિરોધ નાના શહેરમાં પહોંચ્યો છે આજે. જેતપુર શહેરના હાર્દસમા મુખ્ય તિનબતી ચોકમાં તેમજ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં રોડ ઉપર પોસ્ટર લાગતા રાજકારણ ગરમાયું છે.મુખ્ય વાતતો એ છે કે આ બને ચોકમાં રાત્રીના પોલીસ બંદોબસ્ત પણ રહેતો હોય છે તેમજ જેતપુર સિટી પોલીસ સ્ટેશનની 100 મીટર નાં અંતરમાં જ આ પોસ્ટર લાગ્યા તેમજ બને ચોકમાં અસમાજિક તત્વો ઉપર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવેલ હોઈ જેમનુ મોનીટરીંગ પોલીસ મથકે થતું હોય તેમ છતાં શાંતિ પ્રિય શહેરમાં શાંતિમાં પલીતો શિપવાનો હિનન પ્રયાસ થતાં પોસ્ટરને લઈને પોલીસ એક્ટિવ થઈ છે. કોઈ અણબનાવ બને તે પહેલા જ પોલીસ સક્રિય થઈ હતી અને શહેરમાં શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર અજાણ્યા છ શખ્સો સામે જેતપુરના રહીશ મહેશભાઇ દેવશીભાઇ ડોબરીયાએ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં હુસેનમિયા રસુલમિયાં હાશ્મી,મુખ્તાર હુસેનભાઇ મુસાણી, નવાઝ હુસેન વાડીવાલા, ફરીદ કાસમભાઈ કપડવંજી, ઇરફાનભાઇ અંબુભાઈ મુસાણી, ફારુક અબ્દુલભાઇ મુસાણી તમામ રહે જેતપુર વાળાની ધરપકડ કરી
આઈ,પી,સી કલમ 504,151મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઉલ્લખેનીય છે કે આ પોસ્ટર લગાડવામાં ભાજપના લઘુમતી સમાજના હોદેદાર પણ સામેલ જેતપુર શહેરનાં મુખ્ય ચોકમાં રોડ ઉપર લગડવામાં આવેલ નુપર શર્માનાં એરેસ્ટ પોસ્ટરમાં જેતપુર શહેરના ભાજપના લઘુમતી મોરચામાં ઉપ્ર પ્રમુખના હોદો ધરાવતા મુખ્તાર હુસેનભાઇ મુસાણી પણ પોસ્ટર લગડવામા સામેલ હોવાનું સામે આવ્યું હતું
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220613-192021__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *