મકસુદ કારીગર,કઠલાલ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી અભિયાન સંદર્ભમાં દરેક જિલ્લામાં કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેતી પ્રદર્શનના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જે અંતર્ગત ખેડા જિલ્લામાં કૃષિ મહાવિદ્યાલય અને કૃષિ પોલીટેકનીક કોલેજ, વસો મુકામે કૃષિ મેળો અને પ્રાકૃતિક ખેત પ્રદર્શન ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમને ખુલ્લો મૂકતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલએ જણાવ્યું હતું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ગુજરાતેએક આગવી ઓળખ ઉભી કરી અન્ય રાજયો માટે દીવા દાંડીરૂપ બન્યુ છે.ખેડુતોને અદ્યતન ટેકનોલોજીથી કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિયાંત્રિકરણ, બજારની માંગ આધારિત હાઇટેક બાગાયત ખેતી, ખેત ઉત્પાદનોનું મુલ્ય વર્ધન, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો, ખેડૂતોને અકસ્માતે થતા મૃત્યુ/અપંગતા સામે વીમા કવચ, સિંચાઇ માટે નક્કી વીજ પુરવઠો, જેવીઅનેકવિધખેડૂતલક્ષીયોજનાઓનો લાભ લઈ રાજયના ખેડૂતો એ કૃષિ ક્ષેત્રે નવા નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે.રાજયનો ૫૮ ટકા જેટલો વિસ્તાર સૂકો તેમજ અર્ધસૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠત્તમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતી પુત્રોના અથાગ પરિશ્રમથી રાજય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્ર સ્થાને છે.સરકારનો પ્રયત્ન ભારતના તમામ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી થાય તેવો છે.ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા ખેડૂતોને મે-૨૦૨૧ દરમ્યાન તાઉ-તે વાવાઝોડાથી થયેલ નુકશાન માટે પાકનુ વળતરપેટે જિલ્લામાં કુલ-૮૮૪૮ ખેડૂતોને-૩૪૫૦.૯૨ હેક.પાક નુકશાનીના વળતર માટે રૂ.૬.૯૩ કરોડ જેટલી રકમની સહાય સીધી તેઓના બેંક ખાતામાં જમા આપવામાં આવેલ છે. પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૩૦૫૮૮૭ ખેડૂત લાભાર્થી કુટુંબને તબક્કાવાર રૂા.૪૮૬.૧૮ કરોડ જેટલી રકમખેડૂતોના ખાતામાં ચૂકવી દેવામાં આવેલ છે.રાજય સરકાર દ્વારા એક નવીન અભિગમ મુજબ ખેતીવાડી,બાગાયત,પશુપાલન,મત્સ્યઉદ્યોગ,દ્વારા ચાલતી તમામ યોજનાઓની અરજી ગ્રામપંચાયતમાં આઈ-ખેડૂત પોર્ટલ ઉપર કરી શકો છો અને અરજીનું સ્ટેટસ પણ જોઈ શકાય છે. વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન ખેતીવાડી વિભાગની કૃષિ યાંત્રીકરણ યોજનામાં કુલ પાત્રતા ધરાવતીકુલ-૧૫૯૬૭ અરજીઓને ઓનલાઈન પૂર્વમંજુરી આપવામાં આવેલ છે. વર્ષ-૨૦૨૧-૨૨ માં જિલ્લામાં ખેત ઓજારોમાં આપેલ સહાયની વિગતની વિગતો જોઇએ તો, વર્ષ ૨૦૨૧-૨૨ માં ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ-૬૫૪૩ ખેડૂતોને વિવિધયોજનાઓ અંતર્ગત રૂ. ૧૧૭૧.૭૫ લાખ જેટલી સહાય સીધી જ તેઓના બેંક ખાતામાં જમા કરેલ છે જે નીચે મુજબ ૮૦૫ટ્રેક્ટર કુલ-૩૭૩.૫૦ લાખની સહાય, ૧૭૩ રોટાવેટર- ૬૭.૪૬ લાખની સહાય, ૭૭ પાવર થ્રેશર માટેરૂ. ૬૩.૫૨ લાખ સહાય, કિશાન પરિવહન યોજનામાં ૯૨ ખેડૂતોને રૂ.૬૪.૭૫ લાખ સહાય, સ્માર્ટફોન ખરીદીમાં સહાય યોજના હેઠળ ૫૭૧ ખેડૂતોને ૩૨.૪૧ લાખ સહાય, ૧૮ લેસર લેન્ડ લેવલરમાં રૂ.૨૭.૪૬ લાખ સહાય, બેલર (ગાંસડી બાંધવાનું સાધન)માં રૂ.૫૩.૨૯ સહાય, સિચાઈ સુવિધામાં કુલ-૬૧૭ ખેડૂતોને રૂ.૧૧૪.૫૧ લાખ સહાય, તાડપત્રી માં કુલ-૨૦૬૪ ખેડૂતોનેરૂ.૫૪.૩૧ લાખ સહાય, કલ્ટીવેટર સાધનમાં ૯૭ ખેડતોને રૂ.૧૧.૮૧ લાખ સહાય, પાક સંરક્ષણ સાધનોમાં કુલ રૂ.૨૩.૯૪ લાખ સહાય, વાવણીયા/સીડડ્રીલમાં કુલ-રૂ.૧૪.૫૯ લાખ સહાય, ખાતેદાર ખેડૂતના પુરા પરિવારમાંથી કોઈનું પણ અકસ્માતે મૃત્યુ થાય તો રૂ. ૨.૦૦ લાખ અને ૧૦૦ ટકા અપંગતા થાય તો રૂ.૧.૦૦ લાખ સહાય, જિલ્લામાં વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ-૬૩ લાભાર્થીઓને રૂ.૧૨૬.૦૦ લાખ વીમા વળતર પેટે ચુકવવામાં આવેલ છે. ખેડૂતોને તેઓની ઉપજના પુરતા ભાવ મળી રહે તેવા હેતુથીકપડવંજ સેન્ટર ખાતે કુલ-૨૦૨ ખેડૂતો પાસેથી રૂ.૧૭૭.૬૯ લાખની ૩૨૦૧.૬૦ કવી.મગફળીની ખરીદી, ડાંગર પાક માટે કુલ-૨૨૩૬ ખેડૂતો પાસેથી રૂ.૧૮૫.૮૪ લાખ કુલ-૯૫૭૮૫.૫૫ ક્વિન્ટલ ખરીદીઅને રૂ.૧૧૬.૧૨ લાખની બાજરી પાકની કુલ-૫૧૬૦.૧૦ ક્વિન્ટલ ખરીદી કરેલ છેજે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવેલ છે.
જયારે આત્મા પ્રોજેક્ટ હેઠળ દેશી ગાય નીભાવ ખર્ચ સહાય યોજના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નીભાવ ખર્ચ વાર્ષિક રૂ.૧૦,૮૦૦/-ની સહાય પેટે અત્યાર સુધીમાં કુલ-૪૬૫૭ લાભાર્થીઓને રૂ.૨૫૧.૪૭ લાખ સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવેલ છે. પ્રાકૃતિક કૃષિકિટ સહાય યોજના દ્વારા જીવામૃત બનાવવા સારુલાભાર્થીઓને પ્રાકૃતિક કૃષિકિટમાં ૭૫ % સહાયમાં ૨૦૦ લીટરનું ઢાંકણ વગરનું ડ્રમ,૧૦ લીટરના બે પ્લાસ્ટીકના ટબ તથા ૧૦ લીટરની એક પ્લાસ્ટીકની ડોલનો સમાવેશ છે. ખર્ચના ૭૫% અથવા રૂ.૧૩૫૦ પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ ખેડૂતને સહાય પેટે ચુકવવામાં આવે છે.જિલ્લામાં કુલ-૨૦૪૫ લાભાર્થીઓને રૂ.૨૭.૫૨ લાખની સહાય મંજુર કરવામાં આવેલ છે.વર્ષ ૨૦૨૧-૨૨ બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ અંતર્ગત ખેડા જિલ્લામાં કુલ-૪૧ પ્રગતિશીલ ખેડૂતોને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ આપવામાં આવેલ છે. જયારે પશુપાલન વિભાગ દ્વારા પાવર ડ્રીવન ચાફકટર ખરીદીમા ૬૯ પશુપાલકોને રૂ.૧૧,૫૨,૦૦૦/- ની સહાય, બકરાં એકમ સહાય યોજનામા ૧૦ પશુપાલકોને રૂ. ૪,૫૦,૦૦૦/-ની સહાય, દૂધઘર સહાય યોજનામાં ૭ દૂધમંડળી ને રૂ.૧૭.૫૦ લાખની સહાય, ગોડાઊન બનાવવામાં ૫ દૂધ મંડળીને રૂ. ૧૫.૫૦ લાખની સહાય, પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના અંતર્ગત ૫૦ પશુપાલકોને રૂ. ૧,૫૦,૦૦૦/-ની સહાયઅને ખાણદાણ સહાય યોજનામાં ૪૬૭૫ પશુપાલકોને રૂ.૬૫.૫૬ લાખની સહાય ચુકવવામાં આવી છે. જયારે બાગાયત વિભાગમાં વિનામુલ્યે છત્રીની સહાયમાં રૂ.૫.૦૦ કરોડની નાણાંકીય જોગવાઇ કરી અદાંજીત ૨૫૦૦૦ છુટક વેચાણકારોને લાભ મળશે. જીલ્લામાં કુલ ૧૧૫૩ વિનામુલ્યે છત્રી વિતરણકરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ તેઓના અનુભવો પીરસ્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રાકૃતિક ખેતી ખેડુતોને સન્માનીત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઇ દવે,જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ બાબુભાઇ, રમણભાઇ, વૈજ્ઞાનિક પી.કે.શર્મા, વસો ના સરપંચ ઉમેશભાઇ અમીન, તા.પં પ્રમુખ હેમલબેન પટેલ, તા.વિ.અધિ. મિહિકા પરમાર,જિલ્લા ખેતીવાડિ અધિકારી રબારી, જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલ્લભાઇ પરમાર, જિ.પં સભ્ય પાર્વતીબેન મકવાણા, એપીએમસીના ચેરમેન અપૂર્વ ભાઇ, મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઇ પ્રજાપતિ, તા.પં સદસ્ય દિનેશભાઇ સહિત પ્રાકૃતિક ખેતી કરતા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો ઉપસ્થિત રહયા હતા.


