જેતપુરઃ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર જેતપુર ખાતે તા .૨૬ થી ૨૭ મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજાશે . મુર્તિપ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શનિવારે સવારે ૮ વાગ્યે વિશ્વશાંતિ મહાયજ્ઞ પણ યોજાશે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી જેતપુર ખાતે ત્રિશિખરીય સુંદર મંદિરનું નિર્માણ થયેલ છે . આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે તા .૨૬ માર્ચ શનિવારે સવારે ૮ ક્લાર્ક ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે સાંજે ૪ વાગ્યાથી શહેરના રાજમાર્ગો પર પ્રતિષ્ઠીત થના ૨ ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે . તા .૨૭ માર્ચે રવિવારે સવારે ૭ ક્લાર્ક પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજ દ્વારા પૂજિત થયેલ મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ , બી.એ.પી.એસ.નાં વરિષ્ઠ , વિદ્વાન સંતોના હસ્તે સંપન્ન થશે . પ્રતિષ્ઠા મહોત્સવ ઉપક્રમે શનિવારે સવારે ૮ કલાકે ભવ્ય વિશ્વશાંતિ મહાયજ્ઞ યોજાશે જેની અત્યારે સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે . બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન સંતોની ઉપસ્થિતિમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવવામાં આવશે . યજ્ઞમાં ત્યાગ , બલિદાન શુભકર્મ , પોતાના પ્રિય ખાદ્ય પદાર્થો , મૂલ્યવાન પૌષ્ટિક દ્રવ્યોને આગ તથા વાયુના માધ્યમથી સમસ્ત સંસારના ક્લ્યાણ માટે યજ્ઞ દ્વારા વિતરિત કરવામાં આવે છે . યજ્ઞમાં હવન થયેલા પદાર્થો વાયુભૂત થઈ જીવ – પ્રાણી માત્રને પ્રાપ્ત છે.૧૩૨ કુંડમાં ૧૦૫૬ યજમાનો બિરાજશે. મંદિર પ્રતિષ્ઠા ઉપક્રમે આયોજીત વિશ્વશાંતિ મહાયજ્ઞ ઠાકોરજીની શોભાયાત્રા , પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવા જેતપુર મંદિરના દિવ્યપુરૂષ સ્વામી , અમૃતચરણદાસ સ્વામી , વૈરાગ્યપ્રિયદા સ્વામી અને સમસ્ત સંતમંડળ તરફથી સૌને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે .
હરેશ ભાલીયા જેતપુર


