Gujarat

સોમનાથના સમુદ્ર કિનારે દેશ ભક્તિના ગીતોની સૂર સુરાવલી રેલાઈ…..સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલે કાર્યક્રમને ખુલ્લો મૂક્યો

ગિરગઢડા
ભરત ગંગદેવ.
યુવા પેઢીમાં દેશ ભક્તિની ભાવનાને જાગૃત કરવા તેમજ સંસ્કૃતિ અને સંસ્કારો તરફ વાળવા માટે રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં સાંસ્કૃતિક અમૃત યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી.મકવાણા સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલો મુક્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ પર્વ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં ૧૨૫થી વધારે નિપુણ કલાકારો દ્વારા પોતાની કૃતિઓ પ્રસ્તુત કરાઈ હતી જેનો બહોળી સંખ્યામાં શ્રોતાગણે લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *