Gujarat

જેતપુરમાં ભૂગર્ભ ગટરમાં પ્રદુષિત પાણી ઠાલવતા કારખાનેદારોને નગરપાલિકા દ્વારા નોટીસો

શહેરમાં સાડી ઉદ્યોગ લોકોને રોજીરોટી આપે છે જેના કારણે શહેરનું ડેવ,લોપમેન્ટ પણ થતુ રહે છે. પરંતુ અમુક કારખાનેદારોના બેજવાબદારી ભર્યા વલણને કારણે પ્રદુષણનો મોટો પ્રશ્ર્ન અવાર નવાર ઉપસ્થિત થાય છે. હાલ કારખાનેદારોએ પોતાના કારાખાનાનું પ્રદુષીત પાણી જાહેર નહીં નાળામાં ઠાલવી દે છે, હાલ તો પાલિકા દ્વારા સંચાલીત ભુગર્ભ ગટરમાં છોડી દેતા હોય તેવી ફરીયાદ કરી હોય એ પાણીના કારણે ઘણા લોકોના ઘરમાં નગરપાલિકાના પાણી વિતરણમાં કલર વાળુ પાણી આવવા લાગ્યુ હોય.
ચીફ ઓફિસરની સુચનાથી પાલિકાની સેનીટેશન ટીમે સર્વે કરી જે કારખાનેદારના ભુગર્ભ ગટરના કનેકશનમાં કેમીકલ વાળુ પાણી છોડાતુ હોય તેને નોટીસ આપવામાં આવેલ.
 રબારીકા રોડ ના પાદરીયા ઉધોગ નગરમાં કારખાનાનું ચેકીંગ નગરપાલિકાના સેનેટરી ઇન્સ.શ્રી હર્ષદભાઇ ટાટમીયા, જુ.સે.ઇન્સ.શ્રી મનીષભાઇ જેઠવાણી તથા બાંધકામ શાખાના ચૌહાણભાઇ તથા પરમારભાઇ તથા ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એશોશીએશનના કર્મચારી વિશાલભાઇ તથા GPCB ના કર્મચારીઓને સાથે રાખીને સયુકત ચેકીંગ કરવામાં આવેલ હોય, જે દરમ્યાન નીચે મુજબના કારખાના દ્વારા કેમીકલયુકત પાણીનો નિકાલ ભુગર્ભ ગટરમાં કરતા જોવા મળેલ
૧. જય જલારામ પ્રીન્ટ, નારદભાઇ દાવલા (કારખાનુ બંધ કરી જતા રહેલ છે.). ર. પરીચીત સારી, રીટાગૌરી જગદીશભાઇ ખાચરીયા, ૩. જય ગાયત્રી, વલ્લભભાઇ રણછોડભાઇ કાપડીયાના ૧ થી ૪ યુનીટ,
આમ ઉપરોકત કુલ- ૬ કારખાનાઓ કારખાનાઓના ગંદાપાણી ભુગર્ભમાં નિકાલ કરવા સબબ નગરપાલિકા દ્વારા તમામ કારખાનાના માલિકોને (ક્રમ નં.૧ સિવાય) ભુગર્ભ ગટર નિયમની કલમ ૧૭ મુજબ નોટીસ આપેલ છે અને તમામ કારખાનાના ભુગર્ભ ગટર સાથેના જોડાણ જે.સી.બી દ્વારા તોડી અને આ વિસ્તારમાં આવેલ ભુગર્ભ ગટરના મેન હોલમાં ધુળ નાખી ગટરો બંધ કરેલ છે તેમજ GPCB ના અધિકારીશ્રીઓ દ્વારા ઉપરોકત કારખાનેદારો સામે નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરેલ હતી. આ બાબતે ટીમ ચેકિંગ કરે અને જો ગેરરીતિ જોવા મળે તો તેને નોટીસ આપશે નગરપાલિકાના કડક પગલાથી પ્રદુષણ ફેલાવતા કારખાનેદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220201-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *