જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓએ ગઈકાલે એક સાડી કારખાના માલિક પાસેથી ખંડણીની ઘટનાને આવેદનપત્ર આપી વખોડી.
જેતપુરનો સાડી ઉદ્યોગ દેશ ભર માં પ્રખ્યાત છે સાથે સાથે પ્રદુષણનો પણ પ્રશ્ન રહેતો હોય પરંતુ જાજી કમાણી કરવાની લાલચમાં અમુક લોકો દ્વારા RTI કરી કારખાનાદારો ને પ્રદૂષણ તેમજ અન્ય બાબતોમાં હેરાન કરી બ્લેકમેલ કરતા હોય છે જે નો કિસ્સો ગઈકાલે સામે આવ્યો હતો જેમાં સાડી ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનાના માલિકો,તેમજ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ અને જેતપુર ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ સાથે મળી મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ પાઠવેલા આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેતપુરનો સાડી ઉદ્યોગ લગભગ એકાદ લાખ લોકોને રોજગારી પુરી પાડે છે.જેમાં નાના મોટા પ્રદુષણના પ્રશ્નો પણ ઉદભવતા હોય છે.આવા પ્રશ્નોને મોટા સ્વરૂપ આપી અને માહિતીનો દુરૂપયોગ કરી કેટલાક શખ્સો ઉદ્યોગપતિઓને બ્લેકમેલ કરવાના અસંખ્ય બનાવો બને છે જેમાં એક ઉદ્યોગપતિએ સાહસ કરી એક બ્લેકમેલર સામે ખંડણી ઉઘરાવાની પોલીસ ફરીયાદ કરેલ છે તાજેતરમાં જેતપુર શહેરમાં આમ આદમી પાર્ટીના કહેવાતા પૂર્વ પ્રમુખ ભાવેશભાઇ એમ . ગીણીયાએ જય ગૌતમ ટેક્ષટાઇલ ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ વર્કસ , ચાંપરાજપુર રોડ,જેતપુર એકમના માલિક રમણીકભાઇ એમ બુટાણીને પ્રદુષણના મુદ્દે ખોટી રીતે ધમકાવીને જુદી – જુદી કચેરીમાં ફરીયાદ અરજી કરીને સદર અરજી પાછી ખેંચવા માટે પતાવટ પેટે મોટી રકમની ખંડણી માંગતા જેતપુર પોલીસ સ્ટેશન ખાતે 12 જૂનના રોજ ફરીયાદ અરજી દાખલ કરેલ છે .ભૂતકાળમાં પણ આવા ખંડણીખોરો દ્વારા એશોસીએશનને પણ બ્લેકમેલ કરેલ છે અને હજુ પણ તેઓના બ્લેકમેલિંગના પ્રયાસો ચાલુ જ છે . આથી ઉદ્યોગકારોને બ્લેકમેલ કરતા આવા વ્યક્તિઓ વિરૂદ્ધમાં કડક કાર્યવાહી કરવાની જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનનાં હોદેદારો તેમજ સભ્યો તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ સભ્ય કારખાનેદારો વતી માંગણી અને રજુઆત કરેલ કે આવા લુખ્ખા આવારા તત્વો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં આવા આવારા તત્વોને ડામી દેવામાં આવે તેવી માંગ કરી હતી
હરેશ ભાલીયા જેતપુર


