Gujarat

જેતપુર તાલુકાના ચોકીધાર ચેકપોસ્ટ ઉપર બે શખ્‍સો વિદેશી દારૂ સાથે પકડાયા  

રાજકોટ-શાપરના બે શખ્‍સો વિદેશી દારૂ સાથે પકડાયા
જેતપુર તાલુકા પોલીસે બાઇકમાં વિદેશી દારૂ સાથે નીકળેલ રાજકોટ અને શાપરના બે શખ્‍સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકા પોલીસ ચોકીધાર ચેક પોસ્‍ટ પાસે વાહન ચેકીંગમાં હતી એ દરમિયાન જુનાગઢ તરફથી આવતા બાઇકને શંકાના આધારે રોકી તલાસી લેતા કાળા કલરના થેલામાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૧ર તેમજ ચપલા ૪૮ મળી આવતા પોલીસે મો.સા. ચાલક નીખીલ દિનેશભાઇ વાળા (રહે. નાનામૌવા સર્કલ) બીજો શખ્સ ધવલ ભોજાભાઇ પરમાર (રહે. બુધ્‍ધનગર શાપર) ને ઇંગ્‍લીશ દારૂની બોટલો તેમજ મો. સા. મળી કુલ રૂા. ૬૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી પોલીસે દારૂ કોની પાસેથી આવેલ કોને આપવાના હતા તે અંગે તપાસ હાથ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *