વર્ષ 2018 માં મંદબુદ્ધિની યુવતી પર એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યું હતું
આજથી ચાર વર્ષ પૂર્વે જેતલસર જંકશન ની મંદબુદ્ધિની યુવતી પર દુષ્કર્મ આચરવાના ગુનાનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને ભોગ બનનારને ૭ લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો
બનાવની મળેલી વિગતો મુજબ તારીખ ૦૫ જુલાઈ ૨૦૧૮ માં જેતપુરના જેતલસર જંકશનમાં રહેતી એક માનસિક વિકલાંગ યુવતી ચક્કર મારતી ત્યારે તેણીનો પરિચિત યુવાન તેણીના ઘરની બાજુમાં આવેલ અવાવરૂ બંધ રેલવે ક્વાટર નંબર ૧૧૩ એલમાં નિર્દોષ યુવતિની એકલતાનો લાભ લઈ આ જ ગામનો દિલીપ ઉર્ફે કીનો મહેશ કોળીએ (ઉ.મ.૨૧) યુવતીને મોઢે ડૂચો દઈ બળજબરીથી દુષ્કર્મ આચરી,કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ ની ધમકી આપી હતી તેમજ આ બનાવ સમયે મનિષ રસિક ખાંટ (ઉ.મ૨૦) નામના શખ્સ દિલીપે ઘર બહાર ઊભા રહી ધ્યાન રાખવા જેવી મદદ કરી હતી.જો કે માનસિક વિકલાંગ યુવતીએ પોતાની ભાષામાં તેમની માતાને સમગ્ર હકીકત જણાવી હતી .તેમની માતાને બનાવની જાણ થતાં જેતપુર તાલુકા મથકે. દિલીપ મહેશ કોળીએ તેમજ મનીષ ખાંટે આ કૃત્યમાં મદદગારી કરી હોવાની આ બનાવની ફરીયાદ ૫ જુલાઈ ૨૦૧૮ના રોજ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા તત્કાલીન પીએસઆઇ હકુમતસિંહ જાડેજાએ બંને આરોપીની ધરપકડ કરી હતી. જેમાં ફરીયાદમાં મદદગારી કરનાર મનીષને જામીન પર મુક્ત હતો. જ્યારે મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે કિનો સોલંકી જેલમાં જ હોવાથી આ કેસ અન્ડર ટ્રાયલ ચાલતો હતો જે ફરીયાદનો ચુકાદો આજે આવી જતાં. સેશન્સ કોર્ટે મદદગારી કરનાર મનીષને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુક્યો હતો.
જ્યારે મુખ્ય આરોપી દિલીપ ઉર્ફે કીનાને આજીવન કેદ અને વીસ હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ નેવું દિવસની સજા ફટકારી હતી. ઉપરાંત ભોગબનનાર મંદબુદ્ધિની હોય તેણીને સાત લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું હુકમ કર્યો હતો.
હરેશ ભાલીયા જેતપુર


