|
ફૂલવાડી પાસે ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને દબોચીલેતી જેતપુર પોલીસ
ગઈકાલે પાકિસ્તાના ઈંગ્લેન્ડ વચ્ચે ટી-૨૦ ક્રિકેટમેચ ટીવી પર ચાલતી હોય દેસાઈવાડી પાસે મોબાઈલ અને જેતપુરમાં પર ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા શખ્સને પોલીસે દબોચી લઈ બુકીની શોધખોળ શરૂ કરીછે.
આ અંગેની માહિતી મુજબ જેતપુર સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે દેસાઈવાડી પાસે શાકમાર્કેટ સામેની ગલીમાં જીજ્ઞેશ બટુક વસોયા નામનો પટેલ શખ્સ પોતાના મોબાઈલ ફોન પર ઓનલાઈન ચાલતી ક્રિકેટ મેચ પર રનફેરના સોદા લઈ ક્રિકેટનો સટ્ટો રમતો હોય પોલીસે તેની ધરપકડ કરી મોબાઈની ઝીણવટભરી તપાસ કરતા ઉપલેટાના બુકી અક્ષય ભીંભા નામના બુકીના આઈડીમાં ક્રિકેટનો સટ્ટો ૨મતોહોય પોલીસે ઉપલેટાના બુકીની શોધખોળ શરૂ કરી છે.
જયા૨ે અન્ય એક બનાવમાં જેતપુર સ્થાનિક પોલીસે નાજાવાડા પરામાં લવાડી નજીક ખુલ્લા પ્લોટમાં જાહેરમાં તીનપતીનો જુગા૨ ૨મતો હુશેન ઉર્ફે સલીમ તેરવાડીયા, મનોજ જમનાદાસ ગાંગડીયા, વિકાસ શ્રી૨ામગુલામ સંચાણ, નામના ત્રણેય શખ્સોને દબોચી લઈ ૨ોકડા રૂ.૧૦૧૪૫નો મુદામાલ કબજે કર્યો છે.
|
