Gujarat

ઓબ્ઝર્વરશ્રી જામનગર સર્કિટ હાઉસ ખાતે સવારે 9.30 થી 10.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળી શકશે

 વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરુપે જામનગર જિલ્લાની બે વિધાનસભા બેઠકો માટે શ્રી ધીરજ કુમાર, IASની જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણુક કરવામાં આવી છે. 

જામનગર જિલ્લાની વિધાનસભા બેઠક 78 જામનગર (ઉત્તર) તથા 79 જામનગર (દક્ષિણ)ના જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી ધીરજ કુમાર, IAS ફરજ બજાવશે. જિલ્લાના આ મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત નાગરિકો તેમને રૂબરૂ મળીને કરી શકે છે અથવા તેમના મોબાઈલ નં. ૬૩૫૭૪૮૪૩૪૧ ઉ૫ર સંપર્ક કરી શકાશે. શ્રી ધીરજ કુમાર, IASજામનગર સર્કિટ હાઉસ, પહેલા માળે સવારે 9.30 થી 10.30 કલાક દરમિયાન નાગરિકોને રૂબરૂ મળી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *