શ્રી એમ.એસ.ભરાડા , ઇચા. પોલીસ મહાનિરીક્ષક , વડોદરા વિભાગ તથા શ્રી પ્રશાંત સુંબે , પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના પગલે શ્રી એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફ ના પોલીસ માણસો દ્વારા જીલ્લા માં બનતા મિલ્કત સબબ ગુના ઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે તિલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ યુનિટી હોલીડે રિસોર્ટમાં ગત તા .૦૪ / ૦૮ / ૨૦૨૨ ના રોજ રાત્રીના સમય દરમ્યાન કોઇ ચોર ઇસમે મોબાઇલ ફોન , સોની તથા કેનનના બે કેમેરા લેન્સ સાથે તથા રોકડ રકમની ચોરી કરતા તિલકવાડા પો.સ્ટે . એ – પાર્ટ નં . ૧૧૮૨૩૦૨૫૨૨૦૫૩૮/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૮૦,૪૫૭ મુજબનો ગુનો નોંધાયેલ
સદર ગુનાની તપાસમાં શ્રી એ.એમ. પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. ટીમના પોલીસ સ્ટાફ મારફતે ખાનગી બાતમીદારો અને ટેક્નીકલ સર્વેલન્સ આધારે આરોપીની ઓળખ થતા એલ.સી.બી. ટીમના શ્રી બી.જી. વસાવા , પો.સ.ઇ. તથા એ.એસ.આઇ. ભરતભાઇ તથા અ.હે.કો. કિરણભાઇ તથા આ.હે.કો. રાકેશભાઇ નાઓની ટીમે વડોદરા ખાતેથી આરોપી પંકિલભાઇ ઉર્ફે આદિત્ય દેવીસીંગ રાઠવા હાલ રહે . સી ૭૬ , વૃંદાવન પાર્ક સોસાયટી આજવા રોડ , વડોદરા મુળ રહે . કાતુ પો.ગીલીપીલી તા.ધોધંબા જી.પંચમહાલનાને ઝડપી તેના કબજામાંથી સોની કંપનીનો કેમેરો તથા બે લેન્સ તથા બે બેટરી એક ચાર્જર તથા ત્રણ મેમરી તથા બેગ સહિત કિ.રૂ .૧,૫૦,૦૦૦ / – તેમજ એક કેનન કંપનીનો કેમેરો કાળા કલરની બેગ સહિત કિ.રૂ .૩૦,૦૦૦ / – તથા એક આઇફોન કિ.રૂ .૪૦,૦૦૦ / – તથા એક વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ .૫૦૦૦ / મળી આવતા આ તમામ મુદ્દામાલ સબબ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા આ કામના આરોપીએ જણાવેલ કે , પોતે જંતુનાશક દવા છાંટવાનું કામ કરતા હોય અને વડોદરા ખાતેથી યુનિટી હોટલ ખાતે દવા છાંટવા માટે અગાઉ આવેલ અને ત્યારબાદ બે દિવસ પછી રાત્રી દરમ્યાન તકનો લાભ લઇ ઉપરોક્ત તમામ સામાનની ચોરી કરેલ હોવાની કબુલાત કરતા તમામ મુદ્દામાલ રીકવર કરી આરોપી પંકિલભાઇ ઉર્ફે આદિત્ય દેવીસીંગ રાઠવા હાલ રહે . સી ૭૬ , વૃંદાવન પાર્ક સોસાયટી આજવા રોડ , વડોદરા મુળ રહે , કાતુ પો.ગીલીપીલી તા.ધોધંબા જી.પંચમહાલનાને ગુનાના કામે તિલકવાડા પો.સ્ટે.ને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી અનડીટેક્ટ ઘરફોડ ડીટેક્ટ કરવામાં આવેલ .
Attachments area


