Gujarat

જેતલસરની વાડીમાં જુગાર ક્લબ ઝડપાઈઃ ૧૦ શખ્સની ધરપકડ

ગ્રામ્ય એલસીબીએ પડેલા દરોડામાં રોકડ સહીત ઉર .૭.૧૬ લાખનો મુદ્દામાલ કબજે.
જેતપુરના જેતલસર ગામની સીમમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોની ધરપકડ કરી રૂ .૭.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે
બનાવની વિગતો મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે રસિક શિવા ઠુમ્મરની વાડીમાં ગ્રામ્ય એલસીબીએ જુગારનો દરોડો પાડી જુગાર રમતા રસિક ઉપરાંત રાજેશ ઉર્ફે રાજુભાઇ આંબાભાઇ ડોબરીયા રાજકોટના ગોપાલનગરના જગદીશભાઇ વસંતભાઇ બગડાઇ , ઉપલેટા ઢાંકની ગારીમાં રહેતા વિપુલભાઇ વલ્લભભાઇ કંટેસરીયા , રાજકોટ મવડી પ્લોટના શિવમ રેસીડેન્સીમાં રહેતો જયેશભાઇ બાબુભાઇ ખાતરા , ગાંધીગ્રામમાં રહેતો હરેશભાઇ ઉર્ફે હરી મનસુખભાઇ જોષી,જામનગરના લાલપુરનો
મુકેશભાઇ મોહનભાઇ ગોહિલ , જેતપુરનો ભાવેશભાઇ બાબુભાઇ ભુવા , જેતલસરનો રસીકભાઇ નારણભાઇ બાબરીયા , ધવલભાઇ અશોકભાઇ અરિબાની ધરપકડ કરી રોકડ રકમ રૂ.૧,૧૪,૪૧૦ તેમજ મોબાઇલ નગ ૧૧ ફોન જેમની કિ.રૂ. ૪૨,૦૦૦ મોટર સાયકલ નંગ -૩ સહિત ૭,૧૬,૪૧૦ નો મુદામાલ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

IMG-20221124-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *