મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર તથા અંધજન મંડળ, પોરેચા આંખની હોસ્પિટલ બારેજાના સંયુક્ત ઉપક્રમે ઠાસરા તાલુકાના ખીજલપુર ગ્રામ પંચાયત ખાતે મફત નેત્રદાન કેમ્પ યોજાયો હતો જેમાં ખીજલપુર તળપદ, વાંટા, લક્ષીપુરા, માસરા અને થામળા જેવા વિસ્તારોમાંથી ૧૨૬ જેટલા રહીશોએ લાભ લીધો હતો. લાભાર્થી બનેલ તમામની આંખોની તપાસ ડૉ. રાહુલ તથા ડૉ. નોવા દ્વારા કરવામાં આવી હતી અને જરૂર દવાઓ આપાઈ હતી. ૨૦ જેટલા દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન અર્થે પોરેચા હોસ્પિટલ બારેજા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રસ્તુત કેમ્પને સફળ બનાવવામાં ધવલભાઈ, સરપંચશ્રી તથા આશાદીપના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


