સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લીખાળા ગોરડકા રોડ ઘણા સમયથી ખરાબ હાલતમાં હતો. લોકો ઘણા સમયથી હેરાનગતિ અનુભવી રહ્યા હતા તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરી આ રોડ ૩ કરોડ રકમ થી મંજુર કરાવેલ અને જે રોડનું આજરોજ ખાતમહુર્ત કરવામાં આવ્યું જેમાં પ્રમુખ શ્રી સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિ મનુભાઈ ડાવરાના હસ્તે કરવામાં આવ્યું હતું અને તેમાં સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતા .
જેમાં ભાભલુભાઈ ખુમાણ, પ્રવીણભાઈ રાદડિયા,ભૌતીકભાઈ સુહાગિયા,જયરાજભાઈ ગોરડકા,પ્રવીણભાઈ ગોરડકા.ચંપુભાઈ ગોરડકા, અલ્પેશભાઈ ગોરડકા, જશુભાઈ ગોરડકા, બિચુભાઈ ખુમાણ, ભુપતભાઈ રાદડિયા,અર્ચનભાઈ બરવાળીયા,ગીરધરભાઇ રાદડિયા,વિનુભાઈ ગુંદરણીયા,પંકજભાઈ ઉનાવા, મનુભાઈ વરિયા, બાલુભાઈ સાવલિયા, સુલેમાનભાઈ ગાહા, ખલીદભાઈ ગાધકડા, ગોવિંદભાઈ વેકરીયા, ભગવાનભાઈ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
