દાહોદ
પોલીસ કરેલા દરોના અને કિસ્સાઓ જાેયા હશે પણ આ એક અજીબ કિસ્સો સામે આવ્યો છે દાહોદ જિલ્લામાં ઝાલોદના વડોડ ગામે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. ગામમાં રહેતા ત્રણ શખ્સોના ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલા ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. દાહોદ એસ.ઓ.જી પોલીસને મળેલી બાતમીના આધારે વરોડ ગામે સુરપડી ફળિયામાં તપાસ હાથ ધરી હતી. જ્યાં સુરેશ વાલાભાઈ નીનામા, અરવિંદ ઉર્ફે કાળુભાઈ મકવાણા ગાંજા સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે મગનભાઈ વીરાભાઇ ડામોર ઘરે ન હતા. આ ત્રણે ઈસમો દ્વારા પોતપોતાના ખેતરોમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરી ઉછેર કરેલા ગાંજાના છોડ નંગ.૧૭૩ જેનું કુલ વજન ૨૬ કિલો ૮૬૦ ગ્રામ કુલ કિંમત રૂપિયા ૨,૬૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે સુરેશ અને અરવિંદને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે મગનના ધરપકડના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. પોલીસે ગાંજાના છોડ ઉપરાંત સુકો ગાંજાે ૨ કિલો ૪૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૨૪,૦૦૦, રેશનકાર્ડની નકલ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, જન્મ મરણના પ્રમાણપત્રો વગેરેની ઝેરોક્ષ પણ કબજે કરી કુલ રૂપિયા ૨,૯૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દાહોદ એસ.ઓ.જી પોલીસે ઉપરોક્ત ત્રણેય ઇસમો વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે.


