Gujarat

અખિલ ભારતીય યુવા કોળી સમાજ નાં પ્રદેશ પ્રમુખ તરીકે દિવ્યેશ ચાવડા ની નિમણુંક કરવામાં આવી  

ગિરગઢડા
  ભરત ગંગદેવ…
અખિલ ભારતીય કોળી સમાજ (રજી.) ન્યુ દિલ્હી માં ગુજરાત શાખા ના  પ્રદેશ પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા (ધારાસભ્ય ચોટીલા) દ્વારા યુવા શાખા માં ખુબ ઉત્સાહી અને પ્રમાણિક યુવા નેતા  દિવ્યેશ ચાવડા ની યુવા પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે.
આ સંસ્થા કોળી સમાજ ની ૫૦ વર્ષ જૂની સંસ્થા છે અને હાલ માં સંસ્થા ની સ્વર્ણિમ જયંતી ઉજવવાના આવનાર છે. મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ જી પણ આ સંસ્થા ના પ્રમુખ રહી ચૂક્યા છે. ત્યારે દિવ્યેશ ચાવડા ની  નિમણુંક થી કોળી સમાજ ના યુવાનો માં  અનેરો ઉત્સાહ જોવા મળે છે.
દિવ્યેશ  ચાવડા અનેક સામાજિક  સંસ્થાઓ સાથે તેમજ સુરત અને સૌરાષ્ટ્રમાં શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેવો ઉચ્ચ શિક્ષણ મેળવેલ છે અને સમાજ ના દરેક કાર્ય માં તેવો ની હાજરી હોય છે. સંગઠન નાં હોદેદારો દ્વારા આ નિમણુંક ને વધાવી ને અભિનંદન પાઠવ્યા હતા.
 દિવ્યેશ ચાવડા ની નિમણુંક ગારીયાધાર ખાતે કોળી સમાજ ના આગેવાનો ની હાજરી માં સૌરાષ્ટ્ર જોન ના પ્રભારી પ્રવીણભાઈ સાંકળિયા, ગારીયાધાર નગર પાલિકા ના પ્રમુખ ઓધા ભાઈ પરમાર,સુરેશભાઈ પરમાર, નટુભાઈ ભાલીયા,મિલન ખાસિય,બાલાભાઈ ઠાકોર,નરેશભાઈ મકવાણા,ઘનશ્યામ ભાઈ મકવાણા,ગૌતમભાઈ મકવાણા,જીતેન્દ્રભાઈ મેર,ધર્મેશભાઈ  ભાલીયા,છગનભાઈ મકવાણા, ડો.ગૌરાંગ બાંભણિયા વગેરે ની ઉપસ્થિતિ માં નિમણુંક કરવામાં આવી.
Attachments area

IMG-20220421-WA0649.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *