જામનગર
જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધિનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી તથા વિશ્વસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વનાં તમામ ક્ષેત્રોને જાેડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઊભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથક્કરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે. એ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.જામનગરના ગોરધનપર પાસે નિમા્ર્ણ પામનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશ્નલ મેડિસિનનો વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ તકે ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ અને મોરેશિયસના વડાપ્રધાન પણ હાજર રહ્યા હતા. આ પહેલા વડાપ્રધાન દ્વારા જામનગરના પાયલોટ બંગલે જામરાજવી જામ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ જામનગર સર્કિટ હાઉસમાં જ રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી સાથે મુલાકાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ઉૐર્ંએ આ સેન્ટરના રૂપમાં ભારત સાથે નવી પાર્ટનરશીપ કરી છે. આ સેન્ટર આવનારા ૨૫ વર્ષ માટે વિશ્વભરમાં ટ્રેડિશનલ મેડિસિન યુગનો પ્રારંભ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાને કહ્યું કે, ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ સાથે મારો પરિચય જૂનો છે. ભારત પ્રતિ લગાવ છે તે આજે એક સંસ્થાના રૂપમાં પ્રગટ થઈ રહ્યો છે. ટેડ્રોસને વિશ્વાસ અપાવું છું કે, ‘તમે ભારતને જવાબદારી આપી છે તે તમારી આશા અને અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું. ય્ઝ્ર્સ્ એક એવું પ્લેટફોર્મ બનવું જાેઈએ જ્યાં વિશ્વના પારંપરિક ચિક્ત્સા પદ્ધતિના એક્સપર્ટ એકસાથે આવે અને પોતાના અનુભવ વર્ણવે.


