Gujarat

ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાદેપુર શાળામાં શાળા કેપટન અને ઉપકેપટન ની ચૂંટણી રાખવામાં આવી હતી

આજે છોટાઉદેપુર ડોન બોસ્કો હાઈસ્કૂલ શાળામાં શાળા કેપટન અને ઉપકેપટન ની ચૂંટણી રાખવામાં આવી હતી જેમાં શાળાના આચાર્ય ઈશ્વર  તેમજ શાળાના સુપર વાયજર શૈલેષ ના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણી યોજાઇ હતી. જેમાં શાળાના મેનેજર ફાદર કાર્લોસ અને શાળાના ઉત્સાહી શિક્ષકો તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. શાળા ની ચૂંટણી કરવા પાછળ નો હેતું એ હતો કે શાળાના વિદ્યાર્થીઓમાં લોકશાહીના ગુણોનો વિકાસ થાય તે અંગે કરાઈ હતી. જેમાં વિજેતા શાળા કેપટન તરીકે રાઠવા અજય ભાઈ વેરસીંગ ભાઈ તથા શાળાના ઉપ કેપટન તરીકે રાઠવા નંદીની બેન કિશનભાઇ ચૂંટાઈ આવિયા હતા, વિજેતા થતા શાળામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220629-145518_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *