ગિરગઢડા
ભરત ગંગદેવ
તારીખ ૦૭/૦૮/૨૦૨૨ ના રોજ ગિર સોમનાથ જિલ્લા મા વેરાવળ સીવીલ હોસ્પિટલ ખાતે સગર્ભા બહેનોને તપાસવા માટે કેમ્પનું આયોજન કરેલ હતું જેમાં ગિર સોમનાથ સી.ડી.એસ.ઓ.ડો.ભાયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગાયનેક ડો.રવી ઝાલા અને ડો.હેતલ જાદવ મેડમ હાજર રહ્યા હતા જેમાં ૧૦૦ થી ૧૫૦ સગર્ભા બહેનો ની તપાસ કરવામા આવી હતી અને બહેનોને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે મૂકવા અને લેવા માટે ખિલખિલાટ વાહન દ્વારા સગર્ભા બહેનોને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા.જેમાં ગિર સોમનાથ જિલ્લા ની ખિલખિલાટ અને ઉના ૧૦૮ એમ્બ્યુલન્સ નો મહત્વનો ભાગ ભજવ્યો હતો અને આમ ખૂબ જ સારી રીતે કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું.ગીર સોમનાથ જિલ્લા ના ઉચ્ચ અધિકારી જયેશ કારેના અને યુવરાજસિંહ ઝાલા સાહેબ સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા

