Gujarat

માંગરોળ માર્કેટિંગ યાર્ડ ની આજે મતગણતરી પૂર્ણ થતાં માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ભાજપ પેરીત પેનલના સુપડા થયા સાફ કોંગ્રેસ પેરીત પેનલનો વિજય,,,,

, માંગરોળ માર્કેટીંગ યાર્ડ ની ચુંટણીમાં કોંગ્રેસ અને ભાજપના જૂથના ગઠ્ઠબંધન વાળી પેનલે વેપારી વર્ગની ચાર અને ખરીદ વેચાણ સંઘની બે બેઠકો પર પોતાના ઉમેદવારો ને બીન હરીફ કરાવ્યા બાદ ખેડૂત વિભાગની દસે દસ બેઠકો જીતી વિજયનો પરચમ લહેરાવ્યો હતો સામા પક્ષે ભાજપની પેનલના તમામ ઉમેદવારો એ હારનો સામનો કરવો પડ્યો હતો
     જાણવા મળતી વિગતો મુજબ માંગરોળ માર્કેટીંગ યાર્ડ ની કુલ ૧૬ બેઠકો માટે જાહેર થયેલ ચુંટણીમાં ગત્ વખતની જેમ કોંગ્રેસ અને ભાજપના જુથના ગઠ્ઠબંધન ની પેનલે ચુંટણીમાં ઝુકાવ્યું હતું જેમાં આ પેનલના વેપારી વર્ગની ચાર  અને ખરીદ વેચાણ સંઘની બે મળી કુલ છ બેઠકો ઉપરના ઉમેદવારો બિનહરીફ  થયા હતા જ્યારે ખેડૂત વિભાગ ની દસ બેઠકો ઉપર  ભાજપે ની પેનલે ઉમેદવારો ઉભા રાખતાં ગઈ કાલે મતદાન થયા બાદ આજે મત ગણતરી થતાં કોંગ્રેસ ગઠ્ઠબંધન જુથના યુનુસ કરુડ (૫૧૯) જુસભ ખેભર (૪૯૮) ભાવેશ ખેર (૫૩૬)  કેશવ ગરેજા (૫૨૩) રાજેશ છેલાણા(૫૪૩) વિપુલ ડોડીયા (૫૨૫) રામ નંદાણીયા (૫૪૩) લખમણ પરમાર (૫૩૨) દીલીપ સિંહ રાઠોડ (૫૩૫) તથા હરી સોલંકી (૫૩૮) ની આખી પેનલ વિજેતા બની હતી યાર્ડના ચેરમેન વાલા કાના ખેર (કોંગ્રેસ) અને  વાઈસ ચેરમેન ચેતન કગરાણા (ભાજપ) અગાઉ બીન હરીફ વિજેતા થયા હતા માંગરોળ યાર્ડમાં ફરીથી કોંગ્રેસ ગઠ્ઠબંધને તમામ બેઠકો જીતી સત્તામાં વાપસી કરી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220426-WA0088.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *