Gujarat

તા.૧૧ ના મતદારયાદીમાં નામ નોંધાવવા અંગે

 જૂનાગઢમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૨ ચાલી રહયો છે. જેમાં જો મતદારનું નામ જો મતદાર યાદીમાં નોંધાયેલ ન હોય તો તા.૧૧/૦૯/૨૦૨૨ ના રવિવારે તમારા મતદાન મથકની મુલાકાત લઇને આ કામગીરી કરાવવી. સબંધિત વિસ્તારના બુથ લેવલ ઓફીસરશ્રી પાસે મતદારે નામની નોંધણી કરાવવી અને લોકશાહીના અવસરમાં ભાગીદાર બનવુ જોઇએ. ઓનલાઈન નામ નોંધણી કરાવવા માટે વોટર હેલ્પલાઈન અથવા NVSP.in વેબ સાઈટનો ઉપયોગ કરવો. મતદારો મામલતદાર કચેરી, જૂનાગઢ તથા પ્રાંત અધિકારીની કચેરી, જૂનાગઢ ખાતે પણ નામની નોંધણી કરાવી શકશે. તેમ પ્રાંત અધિકારીની કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *