જીપીએસસી-ગાંધીનગર દ્વારા તા.૧૬ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ થી ૧ દરમિયાન નાયબ સેક્શન અધિકારી વર્ગ-૩ જા.ક્ર૧૦/૨૦૨૨-૨૩ની સ્પર્ધાત્મક પરીક્ષા છોટાઉદેપુર જીલ્લાના કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રો પર યોજાનારી છે. પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા કોઈ પણ પ્રકારની ગેરરીતીઓ સિવાય શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેના માટે જીલ્લા શિક્ષણાધિકારીની દરખાસ્તને આધારે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ આર.કે.ભગોરા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ જાહેર કે ખાનગી સ્થળે કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ વગેરે લઈ જવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ પર, પરીક્ષાર્થીઓને ખલેલ પડે તે રીતે કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ એકત્રિત થવા કે વાહન લઈ જવા પર પ્રતિબંધ ફરમાવામાં આવે છે.
જીલ્લાના ૧૩ પરીક્ષા કેન્દ્રોની શાળાઓ-કોલેજોના પરીક્ષા ખંડની અંદર તા. ૧૬/૧૦ ના રોજ સવારે ૧૦ થી ૦૧ સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં ૧૦૦ મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની બહાર ૧૦૦ મીટરના એરિયામાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.
પરીક્ષા ફરજ પર રોકાયેલા સંવાહકશ્રીઓ, સંચાલકો, ઝોન પ્રતિનિધિઓ,ખંડ નિરીક્ષકો,વોટરમેન,બેલમેન વગેરે અધિકૃત અધિકારીઓ અને કર્મચારીઓ, સલામતી માટે મુકાયેલા કર્મચારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
