Gujarat

થરાદની યુવતી પ્રેમી સાથે કેનાલમાં કુદી આત્મહત્યા કરતા ચકચાર

થરાદ
રાજસ્થાનનો એક પરિવાર થરાદ તાલુકાના રાંણેશરી ગામે ઇંટો પાડવાની ફેક્ટરીમાં મજુરી કરે છે. આ પરિવારની યુવતી રમીબેન મફાજી માજીરાણા (ઉં.વ.૨૦,મુળ રહે.અરેટી,તા.સેડવા,જી.બાડમેર-રાજસ્થાન) ને રાજસ્થાનના તેમના જ સમાજના અને બાજુના ગામમાં રહેતા યુવક દિનેશભાઇ દલાભાઇ માજીરાણા (ઉં.વ.૨૨,રહે.ગમાન તળાવ) સાથે મનમેળ થવા પામ્યો હતો. જાેકે સંબંધોની દૃષ્ટિએ બંને એકબીજાનાં સંબંધી થતાં હોઇ તેમની વચ્ચે લગ્નસંબંધ અસંભવ જણાતો હતો. આથી યુવક અને યુવતી તા.૧૫ જૂન-૨૦૨૨ ના રોજ રાંણેશરીથી એકાએક ગુમ થઇ જવા પામ્યાં હતાં. જેની વચ્ચે બંનેના મૃતદેહ થરાદ તાલુકાના વામી ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના સાયફનના કચરામાંથી એકબીજાના હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. કેનાલના કિનારે યુવક અને યુવતીનાં ચંપલ પડેલ હોવાથી કેનાલમાં કોઇએ ઝંપલાવ્યાની આશંકાએ રાહદારી ખેડુતોએ નજર કરતાં બે મૃતદેહ બિનવારસી તરતા જાેવા મળ્યા હતા. આથી બનાવ અંગે થરાદ પોલીસને જાણ કરાતાં દોડેલી પોલીસે પાલિકાના ફાયર ઓફીસર વિરમ રાઠોડ અને ટીમની મદદથી બહાર કઢાવ્યા હતા. પીએમ અર્થે લઇ આવ્યા બાદ પોલીસે પંથકમાંથી કોઇ ગુમ થયા હોય તો જાણી શકાય તે માટે સ્ત્રીના જમણા હાથે અંગ્રેજીમાં આર તથા પુરુષના જમણા હાથે દિલમાં ડી.આર કોતરાવેલ હોવાના ચિહ્નોના આધારે ઓળખ માટે ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યા હતા. પરિણામે બંનેની ઓળખ થવા પામી હતી. આ બનાવ અંગે યુવતીના પરિવારે અન્ય કોઈ પોલીસ કાર્યવાહી કરવાનો ઇન્કાર કરતાં પોલીસે બંનેના મૃતદેહને તેમનાં વાલીવારસોને સોંપી દીધા હતા. આ બનાવને પગલે થરાદ પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.થરાદ તાલુકાના રાંણેશરી ગામે ઈંટોની ફેક્ટરીમાં કામ કરતી યુવતીને તેના જ સમાજના યુવક વચ્ચે મનમેળ થતાં સાથે જીવી નથી શકતા બંને જણા એકબીજાના હાથ બાંધીને નર્મદા નહેરમાં ઝંપલાવી જીવન લીલા સંકેલી લીધી હતી. થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Corpses-found-in-Wamis-canal.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *