Gujarat

દમણના કચીગામમાં અઢી વર્ષની બાળકીની લાશ બંધ ગાર્ડનમાંથી મળી

દમણ
દમણના કચીગામ વિસ્તારમાં બાંધકામ કરવા આવેલા શ્રમિક પરિવાર પડાવમાં સુતેલો હતો ત્યારે તેમની અઢી વર્ષની પુત્રી પથારીમાં જાેવા મળી ન હતી. શ્રમિક પરિવાર આજુબાજુના વિસ્તારમાં બાળકીને શોધી રહ્યો હતો ત્યારે નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસે પરિવારને પુછતા સમગ્ર હકીકત બહાર આવી હતી. બાળકીની શોધખોળ દરમિયાન વર્ષોથી બંધ અને જર્જરિત હાલતમાં આવી ગયેલા કચીગામના લેકગાર્ડનમાંથી બાળકીની લાશ મળી હતી. મોટીદમણના કોસ્ટલ પોલીસ સ્ટેશનનનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચીને બાળકીનો કબજાે લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોઇ અજાણ્યા ઇસમે બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરી હોવાની આશંકા છે. આ ઉપરાંત બાળકી સાથે કોઇ અઘટિત ઘટના બની છે કે કેમ ? એ માટે પોલીસ પીએમ રીપોર્ટની રાહ જાેઇ રહી છે. આ સમગ્ર મુદ્દે દમણના ઉચ્ચ પોલીસ અધિકારીએ મીડિયા સમક્ષ કોઇપણ પ્રકારની માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. રાત્રીએ બાળકી કચીગામ ગાર્ડન કેવી રીતે પહોંચી અને તેમનું મોત કેવી રીતે થયું એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.દમણના કચીગામ વિસ્તારમાં બાંધકામ કરવા આવેલા શ્રમિક પરિવારની માત્ર અઢી વર્ષની પુત્રી ગુમ થયા બાદ બીજા દિવસે પડાવ નજીક આવેલા કચીગામના બંધ ગાર્ડનમાંથી લાશ મળતા ચકચાર મચી છે. જાેકે, દમણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે એકપણ શબ્દ કહેવા તૈયાર નથી. કચીગામના પટેલ ફળિયા નજીક હાલમાં એક બંગલાનું કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું છે જેમાં કામ કરતા શ્રમિક પરિવાર ત્યાંજ પડાવ નાંખીને રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *