બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ થી આપ્યો દેશભક્તિ નો સંદેશ…..
વંથલી:
ભારત આઝાદી ના 75 વર્ષ ની ઉજવણી ના ભાગરૂપે ગઈકાલે ઠેર ઠેર આઝાદી ના પર્વ ની ઉજવણી થઇ હતી. ત્યારે વંથલીમાં પણ મુસ્લિમો દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ તકે ભારત ની આઝાદી મેળવવા સ્વતંત્ર સેનાનીઓ ના બલિદાન ને યાદ કરી આ મહામૂલી આઝાદી ને તમામ જાત ના ધર્મોથી પર રહી ભારત ને ખરા અર્થ મા આઝાદી ને જાળવી રાખવા આહવાન કરવામા આવ્યું હતું.આ તકે વંથલી તાલુકાના તમામ જ્ઞાતિના આગેવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લીધો હતો.વધુમાં વંથલી મુસ્લિમ સમાજમાંથી આવતા અને નેશનલ લેવલે યોગમાં ચાર વખત ગોલ્ડમેડલ મેળવી સમગ્ર ભારતમાં વંથલી શહેરનું નામ રોશન કરી ચૂકેલ શાહનવાઝ વાજા દ્વારા પોતાની યોગકળા વ્યક્ત કરવામાં આવી હતી.
અહેવાલ:હાર્દિક વાણીયા વંથલી


