Gujarat

દેવઊઠી અગિયારસના દિવસે બોડેલીના દ્વારકાધીશ મંદિર અને રામજી મંદિરમાં તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો

દેવઊઠી અગિયારસના દિવસે બોડેલીના દ્વારકાધીશ મંદિર અને રામજી મંદિરમાં તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં વૈષ્ણવ સમાજ સહિત વિવિધ સમાજ ન લોકો ઉત્સાહભેર મંદિર માં ઉપસ્થિત રહ્યા હતા.
દ્વારકાધીશ મંદિર માં વર પક્ષે નિમિષા બેન ચીમનભાઈ પટેલ ને ત્યાંથી વાજતેગાજતે વરઘોડો નીકળ્યો હતો. કન્યા પક્ષે કોમલ બેન કેયુર ભાઈ પટેલ ને ત્યાં પહોંચ્યો હતો. વરઘોડા માં વૈષ્ણવ  ભાઈ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિર માં યોજાયેલા તુલસી વિવાહ માં મામાં પક્ષે મામા પક્ષે મેહુલ ભાઈ રાધેશ્યામ પંચાલ પરિવાર  એ લાભ લીધો હતો.
રામજી મંદિર માં યોજાયેલા તુલસી વિવાહમાં કન્યા પક્ષે સોની પૂનમ બેન સમીર કુમાર માધવ નગર  યજમાન બન્યા હતા અને મોસાળ પક્ષે સોની નિશાંત, વિરલ, જય,દીપેન સોની યજમાન બન્યા હતા અને વર પક્ષે આરતીબેન સુનિલ ભાઈ સવજાની પરિવાર એ લાભ લીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221106-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *