લાલપુર તાલુકાના અપીયા પ્રાથમિક શાળા, આરીખાણા પ્રાથમિક શાળા, ઇશ્વરીયા પ્રાથમિક શાળા, ખેંગારપર પ્રાથમિક શાળા, ચાંદીગઢ પ્રાથમિક શાળા, જસાપર પ્રાથમિક શાળા, ટેભડા વાડી.૧, ડેરાછીકારી પ્રાથમિક શાળા, નવાગામ પ્રાથમિક શાળા, નવાણીયા પ્રાથમિક શાળા, નાના લખીયા પ્રાથમિક શાળા, પીપળી સ્ટેશન પ્રાથમિક શાળા, બાબરીયા પ્રાથમિક શાળા, મણીપુર પ્રાથમિક શાળા, મેઘપર પ્રાથમિક શાળા, મેમાણા પ્રાથમિક શાળા, મોડપર તાલુકા શાળા, મોડપરવાડી-૧, મોટા ખડબા પ્રાથમિક શાળા, મોટા પાંચસરા પ્રાથમિક શાળા, મોટા ભરૂડીયા પ્રાથમિક શાળા, મોટા લખીયા પ્રાથમિક શાળા, રંગપુર પ્રાથમિક શાળા, રામપર પ્રાથમિક શાળા, રીંજપર પ્રાથમિક શાળા, વિજયપુર પ્રાથમિક શાળા, મોડપર વાડી શાળા-૪, ખાયડી વાડી શાળા, રીંજપર વાડી શાળા, વાવડી-વિરેશ્વર વાડી શાળા, નાના ખડબા વાડી શાળા, ગોવાણા વાડી શાળા-૧, નવાણીયા વાડી શાળા, સણોસરા વાડી શાળા-૧, સણોસરા વાડી શાળા-૨, સેવક ભરૂડીયા વાડી શાળા અને ગોદાવરી વાડી શાળા-૧માં મધ્યાન ભોજન યોજનાના કેન્દ્રો પર ચાલુ શૈક્ષણિક વર્ષ માટે નિયત માનદ વેતન દ્વારા કેન્દ્ર સંચાલકની નીમણૂક કરવાની થતી હોય તો રસ ધરાવતા તેમજ સરકારશ્રીના પરીપત્ર મુજબ એસ.એસ.સી.ની લાયકાત ધરાવતા ૨૦ થી ૫૫ વર્ષની મર્યાદા ધરાવતા તંદુરસ્ત અને કોઇપણ ગુનાહીત કાર્ય કરેલ ન હોય તેવા ઉમેદવારોએ તા.૨૫-૦૫-૨૦૨૨ સુધીમાં મામલતદાર કચેરી લાલપુરને કામકાજના સમય દરમ્યાન નીયત નમુનામાં આધારો સાથે અરજી કરવાની રહેશે. મહીલાઓ તથા સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. નિયત નમુનાના અરજી ફોર્મ કામકાજના સમય દરમ્યાન મામલતદાર કચેરી લાલપુર (મભયો શાખા)માંથી વીના મુલ્યે મળી શકશે તેમ મામલતદાર લાલપુરની યાદીમા જણાવાયું છે.
