ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતા હથિયાર બંધીના ગુન્હા શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરતા એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેક્ટર, જે પી મેવાડા નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે એસ.ઓ.જી ઓફીસ છોટાઉદેપુર ખાતે હાજર હતા તે દરમ્યાન અંગત રાહે બાતમી હકિકત મળેલ કે, રંગપુર પોસ્ટે તાબેના નકામલી ગામે રાયણી ફળીયામાં રહેતા ઝીનલાભાઇ ઉંધીયાભાઇ રાઠવા નાઓ દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ પરવાના વગરનો ગેર કાયદેસર પોતાના કબજા ભોગવટાના મકાનમાં રાખે છે. તેવી હકીકત આધારે, સદર આરોપીના ઘરે રેઇડ કરવા માટે એસ.ઓ.જી. સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા આરોપી ઝીનલાભાઇ ઉધીયાભાઇ રાઠવા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે, નકામલી રાયણી ફળીયા, તા.જી. છોટાઉદેપુર વાળો મળી આવતા તેને સાથે રાખી તેના ઘરની ઝડતી તપાસ કરતા ઘરના ઓરડાના ખુણાના ભાગે રાખેલ પતરાની પેટીમાંથી એક દેશી હાથ બનાવટનો તમચો મળી આવેલ જેની કિ.રૂ. ૫,૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ કલમ ૨૫ (૧) બી. એ. મુજબ ગુન્હો રજીસ્ટર કરી આરોપી ઝીનલાભાઇ ઉધીયાભાઇ રાઠવા ઉ.વ.૪૨ ધંધો ખેતી રહે. નકામલી રાયણી ફળીયા, તા.જી. છોટાઉદેપુર નાઓને કોરોન્ટાઈન હેઠળ રાખી આગળની વધુ કાર્યવાહી માટે રંગપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


