ગુજરાતમાં શાંતિ અને ભાઈચારો ડહોળવાનાં પ્રયત્નથી ધંધુકા શહેરમાં કિશનભાઈ શીવાભાઈ ભરવાડ નામનાં ખુબજ પ્રતિભાશાળી નવયુવાનની વિધર્મી દ્વારા કૃરતાપુર્વક હત્યા કરવામાં આવી છે અને ગુજરાત રાજયની કાયદો અને વ્યવસ્થાને ખરાબ કરવાનું ધૃણાસ્પદ કૃત્ય કરવામાં આવેલ છે . ભર બજારમાં એક હિન્દુ યુવકને ક્રૂરતા પુર્વક બંદુકની ગોળીઓ મારવામાં આવેલ છે . આ કૃત્યને માલધારી સેના , જામકંડોરણા તાલુકા ના યુવાનો દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને ગુજરાતની શાંતિ પ્રિય હિન્દુ સમાજ પર અવાર નવાર વિધર્મીઓ દ્વારા હુમલા થાય છે અને આ પ્રકારે ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય છે . આ કેસનાં આરોપીઓ ઉપર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને આવા ષડયંત્રમાં સાથ આપનાર તત્વોને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માલધારી સેના દ્વારા ગુજરાત સ૨કા૨ ને અપીલ આવેદનપત્ર આપીને કરી હતી
ગુજરાતની શાંતિપ્રિય હિન્દુ સમાજ પર થતા હુમલા તાત્કાલીક બંધ થાય તે માટે આવા કટ્ટરવાદી તત્વો સામે કઠોર થી કઠોર કાર્યવાહી કરવામાં આવે તેવી જામકંડોરણા ખાતે વિવિધ સંગઠનો દ્વારા માંગણી હતી
અહેવાલ અતુલ લશ્કરી પ્રેસ પ્રતિનિધિ જામકંડોરણા


