હાર્દિક કાનાબાર પ્રાચી
તમામ ઘરવખરી વસ્તુ બળીને ખાક દોઢ લાખ થી વધુ નુકસાન થયા ની આશનકા…
પ્રાચી તીર્થ..
.સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે બપોર ના અરસામાં એક મકાનમાં બાટલો લીકેજ થવાથી અચાનક આગ લાગી હતી ધામળેજ ગામે ફોરેસ્ટર વીભાગ ની સામે રહેતા બચુભાઈ જાદવભાઈ કામળિયા ના મકાનમાં બપોરના અરસામાં અચાનક જ ગેસનો બાટલો ફાટવા થી મકાનમાં આગ લાગી હતી એટલી હદે બાટલો ફાટયો હતો કે જાણે બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ આવ્યો હતો અવાજ એક કિલોમીટર સુધી આવ્યો હતો અને લોકો દોડીને ઘરની બહાર નીકળી ગયા હતા કે શું થયું શું થયું પછી ખબર પડી કે આગળ બાટલો ફાટ્યો છે આ ઘટનાની આ જાણ થતાં જ લોકોના ટોળા એકઠા થયા હતા સ્થાનિક લોકોએ પાણી લઈને આગને કાબુમાં લાવી હતી આગ લાગવાથી બચુભાઈ જાદવ ના ઘર ની તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી જેમાં અંદાજે દોઢ લાખ થી વધુ નુકસાન થયુ હોવા ની આશંકા સેવાઇ રહી છે..


