સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવીએ તાલુકાના છ જેટલા ગામોમાં વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા વિદ્યાર્થીઓ માટે શરૂ કરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી છ ગામના આ વિદ્યાર્થીઓ સંખેડા ખાતે શાળાઓમાં અભ્યાસ કરતા હતા અને ખાનગી વાહનોમાં અવરજવર કરતા હતા ત્યારે ધારાસભ્ય અભેસિંહ તડવી અને તાલુકા પંચાયતના પ્રમુખે એસટી બસમાં વિદ્યાર્થીઓ માટે મુસાફરી કરી હતી અને સંખેડા થી એસટી બસ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરાવી હતી સંખેડા તાલુકાના ઝરવણ ખંડપુરા શેરપુરા સરસિંદા જેવા છ કરતા વધુ ગામોમાંથી 70 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી વાહન મારફતે અભ્યાસ અર્થે સંખેડા આવતા હતા ત્યારે ધારાસભ્ય દ્વારા એસટી બસ વિદ્યાર્થીઓ માટે ચાલુ કરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ એસટી બસમાં વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


