Gujarat

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થતા રાણપુરની સ્કુલોમાં વિદ્યાર્થીઓને મોઢુ મીઠુ કરાવી શુભકામના પાઠવી.

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થતા બોટાદ જીલ્લાના રાણપુર શહેરની જન્મભૂમિ હાઈસ્કુલ,ગીતાંજલી વિદ્યાલય(કે.ડી.પરમાર),સી.એસ.ગદાણી સ્કુલોમાં વિદ્યાર્થીઓને મોઢુ મીઠુ કરાવી શુભકામના પાઠવી હતી.જન્મભુમિ હાઈસ્કુલમાં સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા તથા સભ્ય રાજેશભાઈ શાહ એ તેમજ ગીતાંજલિ વિદ્યાલય(કે.ડી.પરમાર) ખાતે શાળાના સંચાલક વલ્લભભાઈ ધરજીયા તથા શાળા પરીવાર દ્વારા તથા સી.એસ.ગદાણી સ્કુલ ખાતે સંચાલક સંજયભાઈ ગદાણીએ તેમજ રાણપુર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ પાટડીયા(હરી સોની),મનસુખ મેર,અમન સાવધરીયાએ પરીક્ષાર્થીઓને પુષ્પગુચ્છ આપી ચાંદલો કરી મોઢુ મીંઠુ કરાવી શુભકામના પાઠવી હતી..
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

IMG-20220328-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *