Gujarat

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર ૨૧૩૬ વિદેશી દારૂની બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ

ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈ-વે પર એલસીબીને મળેલી બાતમીના આઘારે હરીપર પાસે વોચ ગોઠવતા એક ટ્રક નીકળતા ઉભો રાખી તપાસ કરી હતી. જેમાં ટ્રકના ચોર ખાનામાથી વિદેશી દારૂની ૨૧૩૬ બોટલ સહિત કુલ રૂ. ૨૦,૬૯,૧૦૦ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. ધ્રાંગધ્રા-અમદાવાદ અને કચ્છ હાઈ-વે વિદેશી દારૂ સપ્લાય કરવા માટે વાહન પસાર થાય છે. ત્યારે બાતમીના આઘારે એલસીબી ટીમ દ્વારા અમદાવાદ હાઈ-વે પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ટ્રક નીકળતા પોલીસે ઉભા રાખવાનું કહેતા ટ્રકચાલકે ટ્રક મારી મૂક્યું હતું. હરીપર પુલ પાસે ટ્રક મૂકી આરોપી ભાગવા જતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી ૧૦,૬૮,૦૦૦ની કિંમતની ૨૧૩૬ વિદેશી દારૂની બોટલ ઝડપી હતી. દારૂ, રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઇલ, રૂ. ૧૦,૦૦,૦૦૦ની કિંમતનો ટ્રક સહિત કુલ રૂ. ૨૦,૭૯,૪૬૦ના મુદામાલ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધનાઉ ગામના ઠાકરારામ ઉદારામ માચરાને દબોચી લીધો હતો. અને આ આરોપી અને મુદામાલને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. બુટલેગરો પોલીસની નજરમાંથી બચવા વાહનોમા ખાના બનાવી તેમા વિદેશી દારૂ રાજસ્થાનથી ભરી ગુજરાતમાં સપ્લાય કરતા હતા. પોલીસની નજરમાંથી બચવા વાહનોમાં ચોરખાનાનો ઉપયોગ કરવાની નવી મોડસ ઓપરેટિંગ જાેવા મળી.

Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *