Gujarat

નખત્રાણામાં શક્કર ટેટીનો પૂરતો ભાવ ન મળતા ખેડુતો નારાજ

ભુજ
નખત્રાણા વિસ્તારના ખેડૂતો દ્વારા શક્કરટેટીનો મબલખ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જાેકે, ખેડૂતોને હાલ બજારમાં પુરતો ભાવ મળી રહ્યો નથી. બજારમાં વેંચાણ માટે વધુ પડતો પાક આવી જતા ખેડૂતોને પૂરતો ભાવ મળી રહ્યો નથી. જેના કારણે હવે ખેડૂતોને શક્કર ટેટીનું નીચા ભાવે વેંચાણ કરવુ પડી રહ્યું છે. આર્થિક નુકસાની ભોગવી ખેડૂતો વાવેતરનો ખર્ચ વસુલ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. દાતાર લોકોએ રૂ. ૧૦૦ના ભાવે ૧ કેરેટ ભરીને મળતી ટેટીને ખરીદી, પશુઓને ખવડાવી રહ્યા છે. હાલ અનેક સ્થળે આ પ્રકારની ટેટી રસ્તા પર ગાયો ખાઈ રહી છે. ં ઠેર-ઠેર સસ્તા ભાવની ટેટી માર્ગ પર વેરાયેલી જાેવા મળી રહી છે. ગામના નીતિન રાજદે અને શિવ રાજદે તથા અન્ય લોકો દ્વારા આ પ્રકારની શક્કરટેટી અબોલ પશુઓ માટે ખરીદ કરી ખવડાવી રહ્યા છે. જાેકે, ઉનાળાની શરૂઆત સાથે જ બજારમાં મોટા પાયે જાેવા મળતી અવિકસિત ટેટી આરોગ્ય માટે હાનિકારક હોવાની પણ શક્યતા રહેલી છે. અલબત્ત પશુઓ માટે આ ટેટી ઉનાળામાં ઠંડકનો અનુભવ કરાવી રહી છે.

Farmers-who-do-not-get-adequate-price-of-sugar-cane-are-forced-to-sell-at-lower-prices.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *