Gujarat

નડિયાદના ડભાણની પ્રિસ્કૂલમાં દેશી રમતો થકી સ્પોર્ટસ ડે ઉજવાયો

નડિયાદ
ડભાણ ગામના હાથનોલી રોડ પર આવેલી સ્કૂલ રેડ એપલ કીડ્‌સ કેર ખાતે ખેલમહાકુંભના રજિસ્ટ્રેશન સાથે ૧૫ દેશી રમતો વડે સ્પોર્ટ્‌સ ડે ઉજવાયો હતો. યોગેશ્વર યુવક મંડળના પ્રતિનિધિ મહાવીરસિંહજીના અધ્યક્ષ સ્થાને બાળકોને ઇનામ અને સર્ટિફિકેટ વિતરણ કરાયું હતું? બાળકોના આ રમતોત્સવમા ૧૦૦ મીટર દોડ, વિઘ્ન દોડ, કોથળા દોડ, લીંબુ ચમચી, રાઉન્ડ ટાયર, એકલવ્ય, કોન બનેગા અર્જુન, જીગ જેગ રેસ, ઓન ધ ચેર, માઈ ફુડ જેવી દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ રમતો શાળાના બાળકો ઉત્સાહભેર રમ્યા હતા. સાથે વાલીઓને પણ પોતાના બાળકો સાથે અવનવી રમતો રમ્યા હોવાનો આનંદ માણ્યો હતો. અંતમાં પેરેન્ટ્‌સ એજ્યુકેશન ટીપ્સ દ્વારા દરેક વાલીઓને વાર્ષિક શિક્ષણકાર્યની સમજૂતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનાબેન બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું.બાળકો ભણતરની સાથે સાથે રમતોમાં પણ ભાગ લઇ આગળ વધે તે હેતુસર સરકારે ખેલ મહાકુંભનું આયોજન કર્યુ છે. આ અંતર્ગત શાળાઓમાં પણ રમતોની વિવિધ સ્પર્ધાઓ યોજાઇ છે. નડિયાદ તાલુકાના ડભાણ ખાતેની રેડ એપલ સ્કૂલમાં ૧૫ દેશી રમતોનું આયોજન કરી સ્પોર્ટ્‌સ ડેની ઉજવણી કરવામાં આવી હતી.

Sports-Day-was-celebrated-by-organizing-15-indigenous-games.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *