Gujarat

જામનગરમાં ડિફોલ્ટર સભાસદને કોર્ટે જેલ તેમજ ૮૪ હજારનો દંડ ફડકાર્યો

જામનગર
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ કલ્પેશ વિનોદભાઈ પંડ્યાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા હોવાથી સોસાયટીએ તેમને કાયદેસરની નોટીસ આપી હતી અને નોટીસની બજવણી થઈ હતી. ત્યારબાદ ધી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ-૧૩૮ અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં સમયાંતરે કેસ ચાલતાં આરોપી કોર્ટ સમક્ષ હાજર થયો હતો. ફરીયાદી પક્ષના લેખિત, પુરાવા, દસ્તાવેજાે, સોગંધનામું, ફરીયાદ અરજીને અનુરૂપ હોય અને તેમનું કાયદેસરનું લેણું નથી તેવું સાબીત કરવા કોર્ટમાં હાજર રહ્યો નહોતો. જેથી ફરીયાદીની ઉલટ તપાસનો પણ હક બંધ કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીના વિશેષ નિવેદનનો પણ હક બંધ કરવામાં આવ્યો હતો. એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એ. ડી. રાવ જામનગરની કોર્ટમાં કેસ આગળ ચાલતાં આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૫૫(૨) અન્વયે ધી નેગોશીએબલ ઈન્સટ્રૂમેન્ટ એક્ટ ૧૩૮ અન્વયે કસૂરવાર ઠરાવવામાં આવ્યો હતો. તેમજ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, કાયદાકીય જાેગવાઈઓ તેમજ ફરીયાદી પક્ષના વકીલની દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટ આરોપીની ગેરહાજરીમાં સી.આર.પી.સી. કલમ-૪૧૮(૨) મુજબ જેલની સજા તેમજ ચેકની રકમ જેટલો જ રૂ. ૮૪ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ આરોપી વિરૂદ્ધ સજાનો વોરન્ટ ઇશ્યુ કરવા તથા તેની અમલ કરવા માટે ડી.એસ.પી. જામનગરને મોકલવા હુકમ કરવામાં આવ્યો હતો.

The-court-sentenced-him-to-jail-as-well-as-Rs.-Hit-a-fine-of-84-thousand.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *